BJPના વધુ એક નેતાની લપસી જીભ! Rahul Gandhiને લઈ AAPના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું નિવેદન, કોંગ્રેસના નેતાઓ બન્યા આક્રામક!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-23 16:43:23

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો, વિવાદીત નિવેદનોમાં બદલાઈ રહ્યા છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ પૂર્ણ નથી થયો ત્યાં બીજેપીના કિરીટ પટેલે ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું હતું. ત્યારે હવે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે.. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી માટે વિવાદીત નિવેદન આપ્યું છે. બફાટ કરતા તેમણે કહ્યું કે 'રાહુલ ગાંધી જેવા નપુંસકના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય'.

ભૂપત ભયાણીએ આપ્યું વિવાદીત નિવેદન

ગુજરાત ચૂંટણીના માહોલમાં રંગાઈ ગયું છે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા અનેક જગ્યાઓ પર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. કાર્યાલયના ઉદ્ધાટન દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદન ચર્ચામાં રહેતા હોય છે.. થોડા સમય પહેલા કિરીટ પટેલ દ્વારા કરવામાં આવેલો બફાટ ચર્ચામાં હતો ત્યારે હવે ભૂપત ભાયાણી દ્વારા કરવામાં આવેલો બફાટ ચર્ચામાં આવ્યો છે. 


રાહુલ ગાંધી માટે ભૂપત ભાયાણીએ વાપર્યો આ શબ્દ! 

આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ નિવેદન આપતા કહ્યું  'રાહુલ ગાંધી જેવા નપુંસકના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય'. સમજી શકેને બધા. આલિયા, માલિયા, જમાલિયા બધા એક કુંડીએ પાણી પીવે છે. કારણ કે, બીજી કુંડીએ આપણો સિંહ છે નરેન્દ્ર મોદી. મહત્વનું છે કે નિવેદનને કારણે વિવાદ ઉભા થાય છે... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ત્યારે વધુ એક ભાજપના નેતાએ વિવાદીત નિવેદન આપ્યું છે... 


નિવેદન સામે આવતા કોંગ્રેસના નેતાઓની સામે આવી પ્રતિક્રિયા

મહત્વનું છે કે આ નિવેદન બાદ કોંગ્રેસના અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે... કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ અંગે પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી છે. પ્રતિક્રિયા આપતા શક્તિસિંહ ગોહિલે લખ્યું गुजरात में भाजपा के ख़िलाफ़ जनता का आक्रोश है । बोंखलाई हुई बीजेपी गंदी भाषा का प्रयोग कर रही रही है । बीजेपी के नेता शीशे के घरों में है । कांग्रेस के कार्यकर्ता के संयम की परीक्षा बीजेपी ना ले । તે સિવાય કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.. 


ધારાસભ્ય પદ પરથી થોડા સમય પહેલા આપ્યું હતું રાજીનામું

ભૂપત ભાયાણીની વાત કરીએ તો થોડા સમય પહેલા તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. તેઓ આપના વિસાવદરથી ધારાસભ્ય હતા. પરંતુ તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.. ઉલ્લેખનિય છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ નેતાઓ દ્વારા આપવામાં આવતા વિવાદીત નિવેદનોની સંખ્યા વધે તો નવાઈ નહીં..!   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?