અમદાવાદમાં ગઈકાલે બની હતી સ્લેબ તૂટી પડવાની દુર્ઘટના, કાટમાળ નીચે ફસાઈ જતા ગયો એક વ્યક્તિનો જીવ, જાણો


  • Published By :
  • Published Date : 2023-07-01 15:17:54

વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતને મેઘરાજા ધમરોળી રહ્યું છે. એક તરફ વરસાદને કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ દુર્ઘટના થવાની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અનેક એવા સમાચારો સામે આવ્યા છે જ્યાં સ્લેબ તૂટી પડવાને કારણે અથવા તો બિલ્ડીંગની છત અથવા તો બિલ્ડીંગનો એક ભાગ ધરાશાયી થવાને કારણે લોકો મુશ્કેલીમાં મૂકાતા હોય છે. ત્યારે ગઈકાલે અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતા રસ્તા પર એક બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો. રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કલાકો સુધી ચાલી હતી.મળતી માહિતી અનુસાર એક શ્રમિકનું મોત પણ થયું છે.

મણિનગરમાં બિલ્ડીંગનો ભાગ થયો હતો ધરાશાયી 

ચોમાસા દરમિયાન અનેક વખત દિવાલ ધરાશાયી થવાના અથવા તો બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થવાના સમાચાર સાંભળતા હોઈએ છીએ. થોડા સમય પહેલા અમદાવાદના મણિનગરમાં બિલ્ડિંગની છતનો એક હિસ્સો પડી ગયો હતો. તે ઘટનામાં અનેક લોકો ઘરની અંદર ફસાઈ ગયા હતા ત્યારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તે સિવાય પણ અનેક જગ્યાઓથી આવા સમાચાર સામે આવ્યા હતા. 



કાટમાળ દૂર કરી બહાર કાઢવામાં આવ્યો મૃતદેહ 

ત્યારે ગઈકાલે અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ ગઈકાલે સાંજના સમયે એક દુર્ઘટના સર્જાઈ હતી. વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતા પનાચે નામની રહેણાક બાંધકામ સાઈટ પર કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો. બાંધકામ દરમિયાન કાટમાળ તૂટી પડતા સુપરવાઈઝર યુવક કાટમાળ નીચે દબાઈ ગયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. આખી રાત રેસ્ક્યુની કામગીરી ચાલી હતી અને કાટમાળ દૂર કરી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મહત્વનું છે કે કાટમાળમાંથી બે શ્રમિકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 



શ્રમિકોની સુરક્ષા અંગે વિચારવું અગત્યનું   

મહત્વનું છે કે અનેક વખત આવી ઘટનાઓ બની છે, એની પર ચર્ચા પણ કરવામાં આવી છે પરંતુ આવી દુઘટનાઓ ન થાય, દુર્ઘટના થતા કેવી રીતે અટકાવાઈ શકાય તે અંગે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. સેફ્ટી વગર અનેક વખત શ્રમિકોને ઉપર મોકલવામાં આવે છે. વધતી આવી ઘટનાઓને જોતા શ્રમિકોની સુરક્ષા અંગે પણ કોઈ પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.