પૂર્વ IAS અધિકારી એસ કે લાંગાની માઉન્ટ આબુથી ધરપકડ, જમીન કૌભાંડમાં નામ આવતા કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-07-11 20:23:39

નિવૃત IAS અધિકારી એસ.કે. લાંગાની સરકારી જમીન કૌભાંડમાં ભ્રષ્ટાચારના કેસમાં અંતે ધરપકડ કરવામાં આવી છે. નિવૃત્ત કલેકટર લાંગાની સાથે તત્કાલીન ચીટનીશ અને RAC સામે પણ ગાંધીનગરના સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે બે વર્ષ પૂર્વે નિવૃત થયેલા IAS અધિકારી એસ.કે લાંગાની ગાંધીનગર પોલીસે માઉન્ટ આબુથી ધરપકડ કરી છે.  તેમને આજે મોડી સાંજે SITની કચેરીમાં લાવવામાં આવશે. એસ.કે લાંગાની ધરપકડથી મહેસુલી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ મામલે હજુ અન્ય કેટલાક અધિકારીઓની પણ ધરપકડના ભણકારા વાગી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે એસ.કે. લાંગાએ નનામા પત્રમાં જમીન કૌભાંડ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પર આરોપો લાગ્યા હતા. ત્યારે આ બાબતે ખુલાસો કરતા પૂર્વ મુખ્યમંત્રીએ રૂપાણીએ જણાવ્યું હતું કે એસ.કે.લાંગા મને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે. મારા સમયમાં એસ.કે.લાંગા સામે ગેરરીતિની તપાસ કરવામાં આવી હતી. 


એસ.કે. લાંગા સામે આરોપ શું છે?


લાંગા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમણે પોતાના ગાંધીનગર જિલ્લાના કલેકટર તરીકેના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મુલસાણા ગામની અંદર આવેલી પાંજરાપોળની 60 લાખ ચોરસ વાર જમીનની પાંજરાપોળ માટે હતી તેમ છતાં આ જમીન ગણોતિયાઓને આપવામાં આવી હતી અને બાદમાં આ જમીન શ્રી સરકાર કરવાની થતી હોવા છતાં નિયમો વિરુદ્ધ જઈ એસ.કે લાંગા તેમજ તેની સાથેના ગાંધીનગરના આરએસી અને ચીટનીશ અધિકારીએ આ જમીન કેટલાક બિલ્ડર્સ અને ખાનગી ક્લબને પધરાવી દીધી હતી. તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરીને સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી એનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. તે ઉપરાંત તેમણે ભાગીદારીમાં રાઇસ મિલ ચલાવી ભષ્ટાચાર આચર્યો હતો. 


ભ્રષ્ટાચારનો કાળો ઈતિહાસ


IAS અધિકારી એસ.કે. લાંગા તેમની લાંબી કારકિર્દી દરમિયાન 6 જિલ્લામાં RAC,DDO અને કલેક્ટરનું હોદ્દો ભોગવી ચૂક્યાં છે. પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને તેમણે ગાંધીનગર અને અગાઉ જ્યાં જ્યાં પણ તેઓના પોસ્ટિંગ રહ્યા ત્યાં તેઓએ અનેક ભ્રષ્ટાચાર આચર્યા હતો. ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેઓએ ખાનગી વ્યક્તિઓને જમીનનો લાભ અપાવતાં પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. એ પહેલાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. લાંગાની સાથે તેમની નીચેના અધિકારીઓ પણ વિવાદમાં રહ્યાં છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?