રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મળતાં 'સીતા' ખુશ, આ એક બાબતે PM મોદીને કરી અપીલ


  • Published By :
  • Published Date : 2024-01-03 20:19:08

રામાનંદ સાગરની રામાયણમાં સીતાના પાત્રને અમર બનાવનાર દીપિકા ચિખલિયા અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપવા જઈ રહ્યા છે. દીપિકાએ  રામ પ્રત્યેના તેમના પ્રેમ અને આ દિવસ માટે તેની તૈયારીઓ વિશે જાણકારી આપી હતી. 22 જાન્યુઆરીને લઈને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં દીપિકા કહે છે, 'મારા માટે આ ખૂબ જ ઐતિહાસિક દિવસ છે. આવનારી પેઢીઓ માટે આનું ઘણું મહત્વ હશે કારણ કે રામજી 500 વર્ષ પછી અયોધ્યા પાછા આવી રહ્યા છે.


આમંત્રણ મળતા ખુશી વ્યક્ત કરી


દીપિકા ચિખલિયાએ વધુમાં જાણકારી આપતા કહ્યું કે લોકો મારા વિશે જાણે છે કે હું રામમયી રહી છું. મને પણ રામજીમાં અપાર શ્રદ્ધા છે. મેં મારા જીવનમાં સીતાની ભૂમિકા પણ ભજવી છે. તે મારા માટે ખરેખર ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હશે. બલ્કે, આ તમામ ભારતીયો માટે એટલો ગૌરવપૂર્ણ સમય હશે કે આપણે આવનારી પેઢીઓને કહીશું કે આપણે તેના સાક્ષી છીએ. આમંત્રણ મળવા પર પ્રતિક્રિયા આપતા દીપિકા કહે છે, 'હું આ આમંત્રણ માટે બિલકુલ તૈયાર નહોતી. મને તેની અપેક્ષા પણ નહોતી. જ્યારે મને RSS કાર્યાલયમાંથી ફોન આવ્યો તો તેઓએ કહ્યું કે તમે અમારા માટે સીતાજી છો, આખી દુનિયા તમને આ નામથી ઓળખે છે. તમારા માટે ત્યાં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, કૃપા કરીને અમારું આમંત્રણ સ્વીકારવા વિનંતી. જો કે એ વખતે હું એટલી ખુશ હતી કે મારા મોંમાંથી એ નીકળ્યું કે તમે પણ મને સીતા માનો છો. તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી.


રામજીને માતા સીતા પાસે રાખો


જોકે, દીપિકાને એ વાતનું દુઃખ છે કે રામની સાથે સીતાજીની કોઈ મૂર્તિ નથી. પોતાની વ્યથા વ્યક્ત કરતાં દીપિકા કહે છે, 'મને હંમેશા લાગતું હતું કે રામજીની બાજુમાં સીતાજીની પ્રતિમા હશે. જો કે, અહીં એવું નથી, જેનો મને અફસોસ છે. હું આપણા વડાપ્રધાનને અયોધ્યામાં રામની સાથે સીતાજીની પ્રતિમા સ્થાપિત કરવા વિનંતી કરૂં છું. તેમને ક્યાંક જગ્યા આપો. કોઈ એવી જગ્યા હોવી જોઈએ જ્યાં રામ અને સીતાજી બિરાજમાન થઈ શકે. મારી તેમને વિનંતી છે કે રામજીને એકલા ન રાખો. હું માનું છું કે તેમનું બાળપણનું સ્વરૂપ અયોધ્યામાં છે. તે ખૂબ જ સુંદર સ્વરૂપ છે, પ્રભાવશાળી છે. જો સીતા માને પણ રામજીની સાથે રાખવામાં આવે તો માત્ર મને જ નહીં પરંતુ તમામ મહિલાઓને ખૂબ આનંદ થશે.'


અરુણ ગોવિલ રહેશે ઉપસ્થિત


રામ મંદિરના અભિષેક માટે અરુણ ગોવિલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અરુણ ગોવિલે 'રામાયણ'માં ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. 80-90ના દાયકામાં લોકો અરુણ ગોવિલને ભગવાન રામ તરીકે પૂજવા લાગ્યા હતા. આજે પણ તે જ્યાં પણ જાય છે ત્યાં ચાહકો તેના ચરણોમાં નમન કરે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.