Nano કેસમાં ટાટાની મોટી જીત, બંગાળની મમતા સરકારે ચૂકવવું પડશે 766 કરોડનું વળતર, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-10-31 15:13:10

દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસ પૈકીના એક ટાટા ગ્રુપને પશ્ચિમ બંગાળમાં મોટી જીત મળી છે.  ટાટા ગ્રુપને વર્ષો જુના જૂના સિંગુર જમીન વિવાદમાં મોટી સફળતા મળી છે. ટાટા મોટર્સે સિંગુર-નેનો પ્રોજેક્ટ કેસમાં પશ્ચિમ બંગાળ સરકાર સામેનો વળતરનો કેસ જીતી લીધો છે. હવે મમતા બેનર્જીની સરકારે ટાટા ગ્રુપની ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સને 766 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. ટાટા મોટર્સ લિમિટેડે જણાવ્યું હતું કે, મધ્યસ્થા પેનલે સિંગુર-નેનો પ્રોજેક્ટ કેસમાં પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમ પાસેથી વ્યાજ સહિત રૂ. 766 કરોડની વસૂલાત કરવા માટેનો ચુકાદો આપ્યો છે. 


Nano પ્લાન્ટને લઈને વિવાદ થયો હતો


વર્ષ 2006માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી સાથે જીત્યા બાદ બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ ઝડપી ઔદ્યોગિકીકરણ પર કામ શરૂ કર્યું હતુ. તેમણે પગલું ભર્યું હતું કે જે રાજ્યની રાજનીતિ અને તેમની પાર્ટીની વિચારધારાથી એકદમ વિરુદ્ધ હતું. 18 મે 2006ના રોજ તેમણે હુગલી જિલ્લાના સિંગુર વિસ્તારમાં લગભગ 1000 એકર જમીન ટાટાને સોંપવાની જાહેરાત કરી હતી. ટાટાની લખટકિયા 'નેનો' કારની ફેક્ટરી અહીં સ્થાપવાની હતી.  સિંગુરમાં ટાટા મોટર્સના નેનો પ્લાન્ટને મમતા બેનર્જીની અગાઉની બુદ્ધદેવ ભટ્ટાચાર્યની ડાબેરી સરકારે મંજૂરી આપી હતી. આ પરવાનગી હેઠળ, રતન ટાટાના ડ્રીમ પ્રોજેક્ટ (રતન ટાટા) નેનોના ઉત્પાદન માટે બંગાળમાં આ જમીન પર ફેક્ટરી સ્થાપવાની હતી. ત્યારે મમતા બેનર્જી વિપક્ષમાં હતા અને ડાબેરી સરકારની નીતિઓ વિરુદ્ધ હતા અને આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા. આ પછી જ્યારે મમલા બેનર્જીની સરકાર બની, સત્તામાં આવતાની સાથે જ તેમણે ટાટા ગ્રુપને મોટો ઝટકો આપ્યો.


મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ સંભાળતાની સાથે જ સિંગુરની લગભગ 1000 એકર જમીન તે 13 હજાર ખેડૂતોને પરત કરવા માટે કાયદો ઘડવાનું નક્કી કર્યું. તમને જણાવી દઈએ કે આ એ જ જમીન હતી જે ટાટા મોટર્સે પોતાનો નેનો પ્લાન્ટ લગાવવા માટે હસ્તગત કરી હતી. આ સમગ્ર ઘટના બાદ ટાટા મોટર્સે તેનો નેનો પ્લાન્ટ પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં શિફ્ટ કરવો પડ્યો હતો.


ટ્રિબ્યુનલે ટાટા મોટર્સની તરફેણમાં આપ્યો ચુકાદો


ટાટા મોટર્સે પશ્ચિમ બંગાળમાં નેનો પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવેલા મૂડી રોકાણના નુકસાન માટે રાજ્ય સરકારનમી ઉદ્યોગ, વાણિજ્ય અને એન્ટરપ્રાઇઝ વિભાગની મુખ્ય નોડલ એજન્સી WBIDC પાસેથી વળતર મેળવવા માટે દાવો રજૂ કર્યો હતો, સોમવારે ટાટા મોટર્સને આ મામલે મોટી જીત મળી હતી. આ નિર્ણય વિશે માહિતી આપતાં, ટાટા મોટર્સ વતી એવું કહેવામાં આવ્યું હતું કે ત્રણ સભ્યોની ટ્રિબ્યુનલે ટાટા મોટર્સ લિમિટેડની તરફેણમાં નિર્ણય આપ્યો છે. આ કેસમાં, હવે ટાટા મોટર્સ પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમ પાસેથી  રૂ. 765.78 કરોડની રકમ વસૂલવા માટે હકદાર છે. આ કેસમાં મમતા બેનરજી સરકારે 1લી સપ્ટેમ્બર 2016 થી WBIDC પાસેથી વાસ્તવિક વસૂલાત સુધી વાર્ષિક 11%ના દરે વ્યાજ પણ ચુકવવાનું રહેશે.


આ પ્રોજેક્ટની જાહેરાત 2006માં કરવામાં આવી હતી. રતન ટાટાના આ ડ્રીમ પ્રોજેક્ટની જાહેરાત ટાટા ગ્રુપ દ્વારા 18 મે 2006ના રોજ કરવામાં આવી હતી. તે સમયે રતન ટાટા ગ્રુપના ચેરમેન હતા. થોડા મહિના પછી, પ્લાન્ટ સ્થાપવા માટે ટાટા જૂથ દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીનને લઈને હોબાળો શરૂ થયો. મે 2006માં, ખેડૂતોએ ટાટા ગ્રૂપ પર બળજબરીથી જમીન સંપાદન કરવાનો આરોપ લગાવીને જોરદાર વિરોધ કર્યો હતો, ત્યારે ખેડૂતોની સાથે મમતા બેનર્જી પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા. આ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કરતા મમતા બેનર્જી  તે સમયે ભૂખ હડતાળ પર પણ ઉતરી ગયા હતા.


વિરોધ બાદ Nano પ્લાન્ટને ગુજરાતમાં ખસેડવામાં આવ્યો હતો


TMC સુપ્રીમો મમતા બેનર્જી અને સ્થાનિક ખેડૂતોના ઉગ્ર વિરોધને કારણે, 3 ઓક્ટોબર, 2008ના રોજ, ટાટા જૂથના તત્કાલિન અધ્યક્ષ રતન ટાટાએ કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને સિંગુરમાંથી નેનો પ્રોજેક્ટને બહાર કાઢવાની જાહેરાત કરી. જો કે, રતન ટાટાએ નેનો પ્રોજેક્ટને ખસેડવા માટે મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસના ચાલી રહેલા આંદોલનને સીધું જ જવાબદાર ઠેરવ્યું હતું. આ પછી Nano પ્લાન્ટને  ગુજરાતના સાણંદ ખાતે ખસેડવામાં આવ્યો હતો.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.