જીગ્નેશ બારોટની ગાડી રતનપુર બોર્ડર જવાની? નહીં!!! કવિરાજ પર તો હવે ભાજપની મહેરબાની?


  • Published By :
  • Published Date : 2022-11-09 18:42:12

મહેસાણાના ખેરાલુના વતની અને ગુજરાતના જાણિતા ગાયક જીગ્નેશ બારોટ ઉર્ફે કવિરાજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ છે. પરંતુ જોવા જેવી વાત તો એ છે કે જીગ્નેશ કવિરાજને ચૂંટણી લડવા નહીં મળે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને જિગ્નેશ કવિરાજને પાણીમાં બેસી જવાનું રહેશે. ભાજપમાંથી જીગ્નેશ કવિરાજને ચૂંટણી લડવા નહીં મળે પણ સંગઠનમાં કામગીરી કરવા માટે જવાબદારીઓ દેવાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. 


કવિરાજને પાણીમાં બેસાડશે ભાજપ?

અગાઉ જીગ્નેશ બારોટ 2022ની વિધાનસભા ચૂંટણી લડવાના છે તેવા સમાચાર ચાલી રહ્યા છે પરંતુ પક્ષ મામલે હજુ કોઈ જાહેરાત નહોતી થઈ. થોડા દિવસો અગાઉ સમાચાર ચાલી રહ્યા હતા કે જીગ્નેશ કવિરાજ અપક્ષમાં લડશે. જીગ્નેશ કવિરાજ મૂળ ખેરાલુના છે અને તેમની ફેન ફોલોવિંગ ખેરાલુ વિસ્તારમાં વધારે છે. માટે ખેરાલુ વિસ્તારમાંથી ચૂંટણી લડશે તેવી સંભાવાનાઓ ચાલી રહી હતી પરંતુ હવે બધી સંભાવનાઓ પર બ્રેક લાગી ગઈ છે. કારણ કે ભાજપમાં જોડાયા બાદ જીગ્નેશ બારોટને ચૂંટણી લડવા નહીં મળે અને કવિરાજને પક્ષને મજબૂત કરવા અને મતદાન પહેલા ભાજપને જીતાડવાની કામગીરી કરવાની રહેશે તેવા સમાચારો મળી રહ્યા છે. 

વિધાનસભા ચૂંટણી પહેલા શિસ્તબદ્ધ ગણાતી ભાજપ ઘણી નવાજૂની કરે તેવા એંધાણ છે. બે જ દિવસમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને ભાજપે પોતાના પક્ષમાં જોડી લીધા છે ત્યારે હવે ભાજપ કઈ નવી ચાલો ચાલશે તે જોવાનું રહેશે.


વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...