અમદાવાદના સિંધુભવન રોડ પર યુવતી સાથે ક્રૂરતા, યુવતીના વાળ પકડી ઢસડીને યુવકે ઢોર માર માર્યો, VEDIO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-27 18:35:09

અમદાવાદમાં મહિલાઓ સુરક્ષીત છે તેવી ગુલબાંગો ફેંકતા સત્તાવાળાઓ માટે સિંધુભવન પર બનેલી ઘટનાનો એક વાયરલ વીડિયો જોઈ લેવો જોઈએ. અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં એક 24 વર્ષીય યુવતીને ઢસડી ઢસડીને માર મારવામાં આવી રહ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. વાઇરલ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક યુવક યુવતીને વાળ પકડી ઢસડી ઢસડીને માર નારી રહ્યો છે. એટલું જ નહી તેને આડેધડ ફડાકા ઝીંકી સ્પાની દીવાલ સાથે અથડાવી કપડા પણ ફાડી નાખે છે. આ યુવક સતત 4 મિનિટ સુધી યુવતીને ક્રૂરતાપૂર્વક માર મારી રહ્યો છે. આ વીડિયો સ્પા ગર્લનો હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતી સાથે જે પ્રકારે વર્તન કરવામાં આવી રહ્યું છે તે ખૂબ શરમજનક દેખાઈ રહ્યું છે. આખા વીડિયોની અંદર આસપાસ લોકો પણ દેખાય છે પણ યુવતીને યુવક મારી રહ્યો છે. આ સમગ્ર મામલે હજી સુધી પોલીસે કોઈ ફરિયાદ દાખલ કરી નથી. જોકે સીસીટીવી મળ્યા બાદ પોલીસ આરોપીને શોધવા પ્રયાસ કરી રહી છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો જોઈને કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતી પર ચિંતાવ્યક્ત કરતા જોવા મળ્યા હતા. એક તરફ દેશ અને રાજ્યમાં મહિલાઓને સન્માન આપવાની મોટી-મોટી વાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ખુલ્લેઆમ મહિલાઓ સાથે ક્રૂરતાપૂર્વકનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

સતત 4 મિનિટ સુધી ક્રૂરતાપૂર્વક મારતો રહ્યો.



ગેલેક્સી સ્પાના સંચાલકને શોધવા પોલીસ સક્રિય


સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા આ વીડિયોમાં ગેલેક્સી સ્પાનો સંચાલક કોઈ કારણોસર યુવતીને ખૂબ જ ક્રૂરતાપૂર્વક માર મારતો દેખાઈ રહ્યો છે  આ યુવક યુવતી આ સ્પામાં જ કામ કરતી હોવાની જાણકારી મળી છે. આ યુવતીને એક અન્ય શખ્સ બચાવવા પણ આવે છે, પરંતુ તે છતાં યુવક તેના સામે દાદાગીરી કરીને યુવતીને મારવાનું ચાલું રાખે છે. આ દરમિયાન અનેક વખત ઢસેડીને સ્પામા લઈ જઈને પણ માર મારતો જોઈ શકાય છે. આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે અમે સીસીટીવી એનાલિસિસ કરીને સ્પાના સંચાલક અને માર મારતા યુવકની કડી શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરીને તેની સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બીજી તરફ ભોગ બનનાર યુવતીને શોધવા માટે પણ અમે પ્રયાસ શરૂ કર્યા છે. તેના સામે આવ્યા બાદ આરોપીઓ સામે કડકમાં કડક કાયદાની કલમ હેઠળ કાર્યવાહી થાય તે માટે અમે પ્રયાસો શરૂ કર્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?