SIM કાર્ડ માટે પોલીસ વેરિફિકેશન ફરજીયાત, નિયમ તોડનારા પર 10 લાખનો દંડ અને જેલ


  • Published By :
  • Published Date : 2023-08-17 18:44:47

પાસપોર્ટ બનાવતા પહેલા તેનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે, જેથી કોઈ નકલી કે ગુનેગાર વ્યક્તિ પાસપોર્ટ ન બનાવી શકે. એ જ રીતે હવે સિમકાર્ડથી છેતરપિંડી અટકાવવા માટે સિમકાર્ડનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત બનશે. પરંતુ આ સિમ કાર્ડ પોલીસ વેરિફિકેશન વ્યક્તિગત રીતે નહીં પરંતુ ડીલર સ્તરે કરવામાં આવશે. એટલે કે જે ડીલર પાસેથી તમે સિમ કાર્ડ ખરીદો છો, તો તે ડીલરનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત રહેશે.


સિમ કાર્ડથી છેતરપિંડી રોકવામાં મળશે મદદ


કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે સરકારે સિમ કાર્ડ ડીલર માટે પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત બનાવ્યું છે. આના કારણે કોઈ નકલી ડીલર સિમ કાર્ડ વેચી શકશે નહીં. આવી સ્થિતિમાં, સિમ કાર્ડથી થતી છેતરપિંડીની ઘટનાઓને રોકવામાં મદદ મળશે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે લોકો ગાઈડલાઈનનું પાલન નથી કર્યું તેમના  52 લાખ મોબાઈલ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જ્યારે 67,000 ડીલરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. મે 2023થી સિમ કાર્ડ ડીલરો વિરુદ્ધ 300 FIR નોંધવામાં આવી છે.


રૂ.10 લાખના દંડની જોગવાઈ


જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે તેમની સામે FIRની જોગવાઈ કરવામાં આવી છે, આવી સ્થિતિમાં તેમને જેલમાં જવું પડી શકે છે. સરકાર દ્વારા 10 લાખ સિમ ડીલરોને પોલીસ વેરિફિકેશન માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. ટેલિકોમ વિભાગ દ્વારા બલ્ક કનેક્શન આપવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે. તેની જગ્યાએ કોર્પોરેટ કનેક્શનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત કોર્પોરેટ KYCની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.