Sikkim CloudBurst : વાદળ ફાટવાથી આવેલી તબાહીમાંં તણાઈ આટલી જીંદગી, સેનાના જવાનો હજી પણ લાપતા, જાણો લેટેસ્ટ અપડેટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-05 11:46:35

સિક્કિમ કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. વાદળ ફાટવાને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ પૂરમાં અનેક લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો હજી સુધી લાપતા છે. એમાં સેનાના જવાનોનો પણ સમાવેશ થાય છે. આ કુદરતી આફતમાં કુલ  14 લોકોના મોત થયા છે જ્યારે 102 જેટલા લોકો લાપતા છે અને આ આંકડામાં 22 જવાનો પણ સામેલ છે. તમામ લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વાદળ ફાટવાને કારણે તીસ્તી નદીમાં પૂર આવ્યું અને આ પુર આર્મી કેમ્પ સુધી પહોંચી ગયું. આ પૂરમાં 41 જેટલી ગાડીઓ પણ ડૂબી ગઈ હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. કુદરતી આફતમાં 15 હજાર જેટલા લોકો પ્રભાવિત થયા છે. 

22 જવાનો થયા હતા લાપતા 

કુદરત આગળ બધા લોકો લાચાર છે તેવું આપણે ત્યાં કહેવાય છે. ત્યારે અનેક જગ્યાઓ પર કુદરતી આફતે તારાજી સર્જી છે. ઘણા વર્ષો પહેલા ઉત્તરાખંડમાં કુદરતે તારાજી સર્જી હતી. ત્યારે હવે વારો સિક્કિમ હોય તેવું લાગી રહ્યું છે, ગઈકાલે અચાનક સિક્કિમમાં વાદળ ફાટ્યાની ઘટના સામે આવી. ઉત્તરી વિસ્તારમાં આવેલા લહોનક ઝીલ પાસે વાદળ ફાટ્યું જેને કારણે તીસ્તા નદીમાં પૂર આવ્યું. અચાનક નદીમાં પૂર આવવાને કારણે નદીનું પારી જમીની વિસ્તારમાં આવી ગયું. જ્યાં આર્મી જવાનોનો કેમ્પ હતો ત્યાં પણ અચાનક પાણી આવી ગયું હતું. જેમાં 22 જવાનો લાપતા થઈ ગયા હતા.  ઉપરાંત અનેક લોકોના મોત થઈ ગયા છે.   

फ्लैश फ्लड की वजह से तीस्ता नदी का जलस्तर 20 फीट तक बढ़ गया है।


અનેક જિલ્લાઓમાં 8 ઓક્ટોબર સુધી બંધ રહેશે સ્કૂલો    

પીટીઆઈના અહેવાલ મુજબ, ત્યાં મૃત્યુ પામેલા તમામ લોકોની ઓળખ નાગરિક તરીકે કરવામાં આવી છે, જેમાંથી 3 લોકોના મોત ઉત્તર બંગાળમાં થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અચાનક આવેલા પૂરને કારણે દેશના વિવિધ ભાગોમાંથી 3,000 થી વધુ પ્રવાસીઓ સિક્કિમના વિવિધ ભાગોમાં ફસાયેલા હોવાની માહિતી પણ સામે આવી છે.  અન્ય એક અધિકારીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 166 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં સેનાનો એક જવાન પણ સામેલ છે. રાજ્ય સરકારે સિંગતમ, રંગપો, દિકચુ અને આદર્શ ગામોમાં બેઘર લોકો માટે 18 રાહત શિબિરોની સ્થાપના કરી છે. શિક્ષણ વિભાગે એક પરિપત્રમાં જણાવ્યું છે કે મંગન, ગંગટોક, પાક્યોંગ અને નામચી જિલ્લામાં સ્થિત તમામ શાળાઓ 8 ઓક્ટોબર સુધી બંધ રહેશે.


પીએમ મોદીએ સીએમ સાથે કરી વાત 

સિક્કિમમાં બગડતા હાલતને ધ્યાનમાં રાખી પીએમ મોદીએ સિક્કિમના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીએ લખ્યું કે સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગ સાથે વાત કરી અને રાજ્યના કેટલાક ભાગોમાં દુર્ભાગ્યપૂર્ણ કુદરતી આપત્તિના પગલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સિક્કિમના મુખ્યમંત્રીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હોય તેવી માહિતી સામે આવી હતી. 


સિક્કિમમાં અચાનક ફાટ્યું હતું વાદળ 

સિક્કિમમાં વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગે વરસાદના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ ત્રીજી અને ચોથી ઓક્ટોબરે સવારે આઠ વાગ્યાની આસપાસ લગભગ 41 મિમી વરસાદ થયો હતો. જે સામાન્ય વરસાદ કરતા વધારે હતી. સામાન્ય કરતા અનેક ગણો વધારે થોડા સમયની અંદર વરસી ગયો હતો. ત્યારે 4 ઓક્ટોબરના રોજ વાદળ ફાટવાની ઘટના બની જેને કારણે તીસ્તા નદીમાં પૂર આવ્યું.  


सिंगतम में घर-दुकानों के अंदर बाढ़ का मलबा भर गया है।

सिक्किम को देश से जोड़ने वाला NH-10 हाईवे टूट गया है।


દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.