સિક્કિમ કુદરતી આફત સામે ઝઝુમી રહ્યું છે. બે દિવસ પહેલા સિક્કિમમાં વાદળ ફાટ્યું હતું ત્યારથી લઈ આ મામલે અપડેટ આવી રહી છે. આ દુર્ઘટનામાં 22 જવાનો લાપતા થઈ ગયા હતા જ્યારે અનેક લોકોના મોત થઈ ગયા હતા. લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં 19 લોકોના મોત થયા છે જેમાં ચાર જવાનોનો પણ સમાવેશ થાય છે. 103થી વધારે લોકો હજી સુધી લાપતા છે તેવી માહિતી સામે આવી છે. એનડીઆરએફની ટીમ 60 લોકોને બહાર કાઢવાનું કાર્ય કરી રહી છે. તળાવના કિનારે વસતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
19 લોકોના થયા મોત જેમાં સેનાના જવાનોનો પણ સમાવેશ
લોનાક તળાવ પર થોડા દિવસો પહેલા વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાને કારણે તીસ્તા નદીમાં પૂર આવ્યું હતું. તીસ્તા નદીમાં પૂર આવવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ પૂરમાં સેનાના 22 જવાનો લાપતા થઈ ગયા છે ઉપરાંત અનેક લોકોના મોત થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. અચાનક આવેલા પૂરમાં 103 લોકો લાપતા થઈ ગયા છે. આ ઘટનામાં 19 લોકોના મોત થઈ ગયા છે અને આ મૃતકોમાં ચાર જવાનોનો પણ સમાવેશ થાય છે. ગુમ થયેલા લોકોને શોધવાની કામગીરી એનડીઆરએફ દ્વારા કરવામાં આવી રહી છે. અનેક દિવસોથી લોકોને શોધાઈ રહ્યા છે.
પૂરને કારણે ફસાયા હજારો પ્રવાસીઓ
સિક્કિમમાં ભરવા અનેક પ્રવાસીઓ જતા હોય છે. ત્યારે આ પૂરને કારણે જનજીવન તો અસ્તવ્યસ્ત થયું છે. પરંતુ અચાનક આવેલા પૂરમાં અનેક પ્રવાસીઓ ભસાઈ ગયા છે. સિક્કિમના મુખ્ય સચિવ વી બી પાઠકે પાઠકે જણાવ્યું હતું કે તેમને આર્મીના 27મા માઉન્ટેન ડિવિઝનના અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ઉત્તર સિક્કિમમાં લાચેન, લાચુંગ અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે. અનુમાન મુજબ, વિદેશી નાગરિકો સહિત 3,000 થી વધુ પ્રવાસીઓ ફસાયા છે.