પંજાબની જેલમાં ગેંગવોર, સિદ્ધુ મૂસેવાલાની હત્યાના બે આરોપીઓનું મોત


  • Published By :
  • Published Date : 2023-02-26 19:52:34

પંજાબના જાણીતા ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના બે આરોપીઓનું જેલમાં જ મોત થતા સનસનાટી મચી ગઈ છે. પંજાબના તરનતારનની ગોઇંદવાલ સાહિબ જેલમાં આરોપીઓ વચ્ચે લોહીયાળ ગેંગવોર થયું હતું. સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આરોપીઓ પૈકી મનદીપ તુફાન, મનમોહન સિંહ અને કેશવ વચ્ચે રવિવારે સાંજે લોહિયાળ અથડામણ થઈ હતી. જેમાં ગેંગસ્ટર મનદીપ તુફાન અને મનમોહન માર્યા ગયા છે. જ્યારે ગેંગસ્ટર કેશવ ગંભીર રીતે ઘાયલ થયો હતો, હાલ ઘાયલ આરોપીની અમૃતસરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  


જેલમાં ગેંગવોર ફાટી નિકળ્યું 


ડીએસપી જસપાલ સિંહના જણાવ્યા પ્રમાણે પંજાબના તરનતારનની ગોઇંદવાલ સાહિબ જેલમાં આજે રવિવારે બપોરે અચાનક જ ગેંગવોર ફાટી નિકળ્યું હતું. જેમાં બે લોકોના મોત થયા છે. જેલમાં બદમાશોની બે ટોળકી વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં મનદીપ સિંહ તુફાન અને મનમોહન સિંહ માર્યા ગયા હતા. ત્રીજો ગેંગસ્ટર કેશવ જે ભટિંડાનો રહેવાસી છે ગંભીર રીતે ઘાયલ થયો છે.  


ઘાયલ કેશવની મુન્દ્રાથી ધરપકડ 


અત્રે ઉલ્લેખનિય છે કે ગેંગવોરમાં ઘાયલ થયેલા કેશવને ગુજરાતના મુન્દ્રાથી દિલ્હી પોલીસ વિશેષ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે, મૃતક ગેંગસ્ટર મોહન સિંહ પર મૂસેવાલાની હત્યા પહેલા રેકી કરવાનો આરોપ હતો અને તે મનસાનો રહેવાસી હતો. તો, મનદીપ તુફાનને સિદ્ધુ મૂસેવાલાની હત્યાના બેકઅપ સૂટર તરીકે રાખવામાં આવ્યો હતો. આ આરોપીઓની પંજાબ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.


મામલો શું હતો?


પંજાબના જાણીતા સિંગર શુભદીપ સિંહ સિદ્ધુ કે જેઓ સિદ્ધુ મુસેવાલા તરીકે જાણીતો હતો. તેની ગયા વર્ષે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે સિદ્ધુની હત્યાની જવાબદારી લીધી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરી છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?