સિધ્ધાર્થ અને કિયારા સાત જન્મોના અતૂટ બંધનથી બંધાયા, આ સેલેબ્સ હાજર રહ્યા


  • Published By :
  • Published Date : 2023-02-07 19:06:28

બોલિવુડ અભિનેતા સિધ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણીએ આજે પ્રભુતામાં પગલા માંડ્યા છે. આજે 7 ફેબ્રુઆરીએ બંનેએ સાત વચનો સાથે તમામ રીત-રિવાજો વિધિવત રીતે પુરા કર્યા છે. સિધ્ધાર્થ અને કિયારાના આ લગ્ન પરંપરાગત પંજાબી વિધિ પ્રમાણે થઈ હતી. આ ગ્રાંડ વેડિંગમાં બંનેના પરિવારજનો અને નજીકના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે સિડ અને કિયારા સાત જન્મોના સાથી બની ગયા છે. 


જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા લગ્ન


રાજસ્થાનના સૂર્યગઢના પેલેસમાં બંનેના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા છે. વરરાજા સિધ્ધાર્થ ઘોડા પર બેસીને ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સિધ્ધાર્થ ઘોડા પર બેસીને આવ્યો ત્યારે બોલિવુડ ગીત સાજનજી ઘર આયેની ધુનથી માહોલ ગાંજી ઉઠ્યો હતો. લગ્ન માટે સૂર્યગઢ પેલેસને પણ નવવધુની જેમ સજાવવામાં આવ્યો હતો, રાત્રીના અંધકારમાં આ વિશાળ મહેલનો મનમોહક નજારો જોવા જેવો હતો. 


આ સેલેબ્સ ઉપસ્થિત રહ્યા?


સિધ્ધાર્થ અને કિયારા અડવાણીના લગ્નમાં લગભગ 100 થી 125 મહેમાનો ઉપસ્થિત રહ્ય હતા, નજીકના મિત્રો અને પરિવારજનો ઉપરાંત બોલિવુડ કલાકારોએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. જેમાં સોનાક્ષી સિંહા, શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત, જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા, મલાઈકા અરોરા, અરમાન જૈન અને તેની પત્ની અનીસા મલ્હોત્રા, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, કરણ જોહર, ફિલ્મ પ્રોડ્યુસર આરતી શેટ્ટી, પૂજા શેટ્ટી, ફિલ્મ ડાયરેક્ટર શકુન બત્રા અને મુકેશ અંબાણીની પુત્રી અને કિયારાની સારી મિત્ર ઈશા અંબાણીએ પણ આ લગ્નમાં હાજરી આપી હતી. 


મહેમાનોએ વિવિધ વાનગીઓની મજા માણી 


સિધ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના આ લગ્નમાં મહેમાનો માટે 10 દેશની 100થી વધુ ડિશ બનાવવામાં આવી હતી. 50થી વધુ સ્ટૉલ પર 500 વેઇટર વ્હાઇટ ડ્રેસકોડમાં મહેમાનોને ભોજન પીરસ્યું હતું. 150થી વધુનો ટેક્નિકલ સ્ટાફ તથા એક્સપર્ટ દિલ્હી-મુંબઈથી આવ્યા હતાં. ભોજનમાં ઈટાલિયન, ચાઇનીઝ, અમેરિકન, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, રાજસ્થાની, પંજાબી, ગુજરાતી ફૂડ સામેલ હતું. રાજસ્થાની ડિશમાં દાલ-બાટી-ચૂરમા, બાજરાનો રોટલો ખીચડી પણ હતાં. સિદ્ધાર્થ પંજાબી હોવાથી પંજાબી ડિશ પણ રાખવામાં આવી હતી, જેમાં મકાઈનો રોટલો, પાલક-સરસોનું શાક, છોલે-ભટૂરે સામેલ હતાં. બ્રેકફાસ્ટ, લંચમાં પણ અનેક ડિશ રાખવામાં આવી હતી.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે