હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અનેક લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે બોલિવુડના પાવર કપલ ગણાતા કિયારા અડવાણી તેમજ સિદ્ધાર્થ મલ્હોત્રા પણ લગ્નના બંધનમાં બંધાવાના છે. જેસલમેરના સૂર્યગઢ ખાતે લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. મેરેજ ફંક્શન 5 જાન્યુઆરીથી શરૂ થઈ ગયા હતા. પરિવારજનો, નજીકના મિત્રોની હાજરીમાં તેઓ લગ્ન કરવાના છે.
બંને પરિવારોએ કર્યો સ્પેશિયલ ડાન્સ
સોમવારના દિવસે સંગીત તેમજ મહેંદીની રસ્મ થઈ હતી. સંગીતમાં આખી રાત ધમાલમસ્તી કરવામાં આવી હતી. કપલે પાવરફુલ ડાન્સ પર્ફોમન્સ પણ આપ્યું હતું, તે સિવાય શાહિદ-મીરા, જૂહી ચાવલા સહિત અનેક સ્ટોર્સએ ડાન્સ પરફોમ કર્યો હતો. ગુલાબી કલરની લાઈટથી આખા પેલેસની લાઈટિંગ કરવામાં આવી હતી. સંગીતમાં સિદ્ધાર્થ તેમજ કિયારાના પરિવારજનોએ પણ સ્પેશિયલ ડાન્સ કર્યો હતો. કાલા ચશ્મા, બિજલી, ડિસ્કો દિવાને જેવા અનેક ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 4 ફેબ્રુઆરીથી મહેમાનોએ પેલેસમાં પહોંચવાનું શરૂ કરી દીધું હતું. પોતાના પરિવાર સાથે સિદ્ધાર્થ અને કિયારા 5 તારીખે પહોંચ્યા હતા.