ફેબ્રુઆરી મહિનામાં વધુ એક સેલિબ્રિટી લગ્નના બંધનમાં બંધાવાના છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. રાજસ્થાનના જૈસલમેરમાં આવેલા એક પેલેસ ખાતે લગ્નનો ભવ્ય સમારોહ યોજાવાનો છે. લગ્નને લઈ અનેક વખત તેઓ સાથે જોવા મળતા હતા પરંતુ લગ્નને લઈ તેમણે કોઈ વાત કરી ન હતી. પરંતુ સોશિયલ મીડિયા પર તેમના લગ્નને લઈ ચર્ચઓ ચાલી રહી છે.
લગ્નના બંધનમાં બંધાશે કિયારા અને સિદ્ધાર્થ!
હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અનેક લોકો લગ્ન કરી રહ્યા છે. ત્યારે બોલિવુડના પાવરફુલ કપલ સાત ફેરા લેવાની છે. રાજસ્થાનના જૈસલમેરમાં આવેલા પેલેસ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. તેમના લગ્નની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર 6 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવાના છે. મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગાડીઓ તેમજ રૂમો બુક કરવામાં આવ્યા છે.
અલગ અલગ ક્ષેત્રોના લોકોને અપાયુ છે આમંત્રણ
આ વિવાહ સમારોહમાં અનેક મોટી હસ્તીઓ મહેમાન બનવાના છે. જેમાં બોલિવુડથી લઈ અનેક ફિલ્ડના લોકોનો સમાવેશ થાય છે. અમિતાભ બચ્ચનથી લઈ શાહરુખ ખાન, કરણ જોહર સહિતના અનેક કલાકારો આ લગ્નમાં ભાગ લેવાના છે. તે સિવાય ઈશા અંબાણી સહિતના લોકો પણ આ લગ્નમાં ભાગ લેવાના છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂત પણ સામેલ થવાના છે. તે સિવાય તેમના જૂના મિત્રો પણ સામેલ થવાના છે. મળતી માહિતી અનુસાર સિદ્ધાર્થ અને કિયારાના પ્રી-વેડિંગ ફન્શન ચાર અને પાંચ ફેબ્રુઆરીથી શરૂ થશે. જેસેલમેરમાં લગ્ન બાદ મુંબઈ ખાતે ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવશે.