કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવાની છે. કોંગ્રેસને બહુમતી મળી છે. ત્યારે મુખ્યમંત્રી કોણ હશે તે અંગે કોંગ્રેસમાં વિચારણા ચાલી રહી છે. સીએમની રેસમાં હજી સુધી બે નામ ચર્ચામાં હતા. ડી.કે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે રેસ ચાલી રહી હતી. આ બધા વચ્ચે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અનેક ધારાસભ્યો તેમને મુખ્યમંત્રી બનાવવા માંગે છે.
મુખ્યમંત્રી બનવા અંગે સિદ્ધારમૈયાનું નિવદેન!
કોંગ્રેસમાં હાલ મનોમંથન ચાલી રહ્યું છે કે કર્ણાટકના મુખ્યમંત્રી કોને બનાવામાં આવે? અનેક બેઠકો કરવામાં આવી રહી છે. ધારાસભ્ય દળની બેઠકમાં પણ આ મામલે ચર્ચા થઈ હતી. સીએમના ચહેરા તરીકે બે લોકોના નામ ચર્ચામાં છે. ડી.કે.શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે કાંટાની ટક્કર થતી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આ અંગે નિર્ણય લેવાવાનો છે. આ બધા વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ દાવો કર્યો છે કે અનેક ધારાસભ્યો તેમને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. મહત્વનું છે કે ડી.કે શિવકુમાર પણ મુખ્યમંત્રીની રેસમાં આગળ ચાલી રહ્યા છે.
સિદ્ધારમૈયાની રાજકીય સફર!
જો સિદ્ધારમૈયાની વાત કરીએ તો તે કુરૂબા સમાજથી આવે છે. સિદ્ધારમૈયા પહેલા જેડીએસમાં હતા પરંતુ ત્યાંથી તેમને બર્ખાસ્ત કરવામાં આવ્યા હતા. તે વખતે રાજનીતિથી સન્યાસ લેવાની વાત તેમણે કરી હતી. પરંતુ 1983માં લોકદળની સીટ પરથી ચૂંટણી લડી હતી અને વિધાનસભા પહોંચ્યા હતા. તે બાદ પાંચ વખત ત્યાંથી તેમણે જીત હાંસલ કરી છે.
મલ્લિકાર્જુન ખડગે લેશે અંતિમ નિર્ણય!
મહત્વનું છે કે કર્ણાટકના મુખ્યમંત્રી કોણ હશે તે અંગે નિર્ણય લેવાયો નથી. અસમંજસ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બેઠકો ચાલી રહી છે. આ બધા વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સીએમ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અનેક ધારાસભ્યો તેમને સીએમ બનાવવા માગે છે. એવી માહિતી પણ સામે આવી હતી કે સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમાર વચ્ચે સંબંધો તંગ થઈ ગયા છે. એવું માનવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી અંગેની ઘોષણા આજે કરી દેવામાં આવશે. મહત્વનું છે કે મલ્લિકાર્જુન ખડગે આ વાતનો અંતિમ નિર્ણય લેવાના છે. હવે જોવાનું એ રહ્યું છે કોના નામ પર અંતિમ મોહર લાગે છે અને કોણ બને છે કર્ણાટકના સીએમ? સિદ્ધારમૈયા દિલ્હી પહોંચ્યા છે.
#WATCH | Congress leader Siddaramaiah arrives in Delhi to meet the top leadership of the party as Congress engages in the process of picking the next Karnataka CM pic.twitter.com/bh6348lolO
— ANI (@ANI) May 15, 2023