વિશ્વના સૌથી ઉંચા યુધ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેસિયરમાં સેટેલાઈટ બેઝ્ડ ઈન્ટરનેટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. ભારતીય સેનાની ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે.
19,061 ફિટની ઉંચાઈ પર સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ
સિયાચિન ગ્લેસિયરમાં 19,061 ફિટની ઉંચાઈ પર સેટેલાઈટ આધારીત ઈન્ટરનેટ સર્વિસ એક્ટિવેટ કરવાનું કામ પૂરૂ થતાં માઈનસ 60 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા સેનાના જવાનોને હવામાન સંબંધિત માહિતી અને બીજી ઈન્ટરનેટ આધારીત સેવાઓ આસાનીથી મળી શકશે.#IndianArmy
— @firefurycorps_IA (@firefurycorps) September 18, 2022
"Always Through"
Satellite based internet service activated on the #SiachenGlacier at 19,061 feet, the World's Highest Battlefield, by the Siachen Signallers#SiachenWarriors@adgpi@NorthernComd_IA@ANI pic.twitter.com/kK8xQG8aQj
હિમાલાયના પુર્વ કારાકોરમ રેન્જમાં સ્થિત સિયાચિન ગ્લેસિયરની લદ્દાખના ઉપરાજ્યપાલ આરકે માથુરે મુલાકાત લીધી હતી. તે દરમિયાન માથુર પેન્ગોગ અને નુબરા સબ ડિવિઝન પણ પહોંચ્યા હતા. તેમણે કેટલાક પ્રતિનિધી મંડળો સાથે બેઠક યોજી હતી. તેમણે નેટવર્ક અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવા માટે મોબાઈલ ટાવર લગાવવાની માંગ કરી હતી.