શુભમન ગીલે ગુજરાત ટાયટન્સને ટાટા બાય-બાય કહ્યું !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 18:46:44

IPL ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સે આજે એક મોટી જાણકારી ટ્વિટર પર શેર કરી જણાવ્યું કે શુભમન ગિલે ફ્રેન્ચાઈઝીનો સાથ છોડી દીધો છે.2022માં ટીમની જીત પાછળ મહત્વપૂર્ણ ભૂમિકા શુભમન ગિલે ભજવી હતી . તેણે આ સીઝનમાં 400થી વધુ રન બનાવ્યા હતા. જોકે આ મામલે વધુ જાણકારી સામે નથી આવી.   

શું કર્યું ટ્વીટ ? 

ગુજરાત ટાઈટન્સે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી લખ્યું કે તમારી આ સફર યાદગાર રહી છે. આવનારા ભવિષ્ય માટે તમને શુભકામનાઓ. ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને IPL 2022 પહેલા જ પ્રી-ઓક્શનમાં હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન સાથે 8 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો. ગિલે ફ્રેન્ચાઈઝીના આ ટ્વીટને રિટ્વીટ કર્યું અને તેના પર હાર્ટ ઈમોજી સાથે રિપ્લાય પણ કર્યો.

IPL 2022માં શુભમનનું શાનદાર પ્રદર્શન 

શુભમન ગિલે  IPL 2022માં પોતાનું અદ્વિતીય પ્રદર્શન કર્યું હતું અને તેમણે ચાર અડધી સદી ફટકારી હતી. તેણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતા 16 મેચોમાં 483 રન બનાવ્યા હતા. તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 96 રન હતો . 







21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે