Shreyas Talpadeને આવ્યો Heart Attack, અભિનેતાની કરાઈ એન્જિયોપ્લાસ્ટી, જાણો કેવી છે તબિયત?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-15 09:46:50

હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થયો છે. પ્રતિદિન એવા સમાચાર આવતા હોય છે કે હાર્ટ એટેકને કારણે આટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. નાની ઉંમરના લોકો પર હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. કોરોના પછી આ હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર બોલિવુડ એક્ટર શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો છે. આવનારી ફિલ્મ માટે તેઓ શૂટિંગ કરી રહ્યા હતા, શૂટિંગ પૂર્ણ કરી જ્યારે તેઓ ઘરે ગયા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. અભિનેતાની તબિયત સુધારા પર છે તેવું ડોક્ટરે જણાવ્યું છે.

Breaking News: 'વેલકમ ટુ ધ જંગલ'ના શૂટિંગ દરમિયાન એક્ટર શ્રેયસ તલપડેને  આવ્યો હાર્ટ એટેક - Gujarati News | Actor shreyas talpade heart attack  during welcome again shoot - actor shreyas talpade ...

હાર્ટ એટેક આવતા તેમને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ 

છેલ્લા થોડા સમયથી બોલિવુડથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા સીઆઈડીમાં કામ કરતા ફ્રેડીનું નિધન થઈ ગયું, તે પછી જુનિયર મહેમુદનું નિધન થઈ ગયું. ત્યારે વધુ એક ચિંતાજનક સમાચાર બોલિવુડ ઈન્ડસ્ટ્રીથી સામે આવ્યા છે. અભિનેતા શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર શૂટિંગ પૂર્ણ કરી અભિનેતા ઘરે ગયા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. હાર્ટ એટેક આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, અને તેમની તબિયત હવે સારી છે અને ડોક્ટરની નજર હેઠળ તેમને રાખવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.

Welcome to the Jungle (2024) - IMDb

આ ફિલ્મ માટે શ્રેયસ તલપડે કરી રહ્યા છે શૂટિંગ

અભિનેતા શ્રેયસ તલપડે પોતાની આગામી ફિલ્મ વેલકમ ટૂ ધી જંગલની શૂટિંગ કરી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર શૂટિંગ પૂર્ણ કરી જ્યારે તે ઘરે ગયા ત્યારે તેમને તેમની તબિયતમાં ગડબડ લાગી, તેઓ હોસ્પિટલ ગયા. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. જે ફિલ્મ માટે તે શૂટિંગ કરી રહ્યા છે તે વેલકમ ટૂ ધી જંગલ છે અને તે વેલકમની ત્રીજી સિરિઝ છે. આ ફિલ્મની જાહેરાત થોડા સમય પહેલા જ કરવામાં આવી છે.      



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?