ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે થનારા ઓક્શન પહેલા કોલકાતા નાઈટરાઈડર્સે મોટા સમાચાર આપ્યા છે. ફ્રેન્ચાઈઝીના સીઈઓ વેંકી મૈસુરે મોટી જાહેરાત કરી છે કે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અને ઉપ કપ્તાનના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શ્રેયસ અય્યર આઈપીએલ 2024 માટે કેકેઆરના કેપ્ટન જ્યારે નીતીશ રાણા તેમના ડેપ્યુટી કેપ્ટન રહેશે.
શ્રેયસ ઐયરની KKRમાં વાપસી
વેંકીએ જણાવ્યું કે વાસ્તવમાં દુર્ભાગ્યપૂર્ણ છે કે શ્રેયસ ઘાયલ થવાના કારણે આઈપીએલ 2023 રમવાથી ચૂકી ગયા હતા. અમને આનંદ છે કે હવે તે પાછા આવી ગયા છે અને કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરશે. જે પ્રકારે તેમણે ઘાયલ થવાથી ઉગરવા માટે ઘણી મહેનત કરી છે, જે ફોર્મમાં તે છે તે તેમના નેતૃત્વનો પુરાવો છે.ઉલ્લેખનિય છે કે આઈપીએલ 2023 શરૂ થાય તે પહેલા જ શ્રેયસ અય્યર ઘાયલ થઈ ગયા હતા, અને તેમને સમગ્ર સીઝન માટે બહાર બેસવું પડ્યું હતું. તેમના સ્થાને ટીમનું નેતૃત્વ નીતીશ રાણાને સોંપવામાં આવી હતી.
Quick Update ????#IPL2024 @VenkyMysore @ShreyasIyer15 @NitishRana_27 pic.twitter.com/JRBJ5aEHRO
— KolkataKnightRiders (@KKRiders) December 14, 2023
શ્રેયસ અય્યરે શું કહ્યું?
Quick Update ????#IPL2024 @VenkyMysore @ShreyasIyer15 @NitishRana_27 pic.twitter.com/JRBJ5aEHRO
— KolkataKnightRiders (@KKRiders) December 14, 2023શ્રેયસ ઐયરે ટીમમાં તેમની વાપસી અંગે કહ્યું કે ગત સીઝનમાં અમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. જેમાં ઘાયલ થવાથી મારૂ ટીમ માટે નહીં રમવાનું પણ સામેલ છે. નીતીશે ટીમ માટે શાનદાર નેતૃત્વ કર્યું હતું, મને આનંદ છે કે કેકેઆરે તેમને ઉપકપ્તાન બનાવ્યો છે. તેમાં કોઈ શંકા નથી કે આ નેતૃત્વ ટીમને વધુ મજબુત બનાવશે.