ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો ખાલિસ્તાનો દ્વારા હુમલા થવાની ઘટના વારંવાર સામે આવતી રહે છે. ખાલિસ્તાન સમર્થકોએ શનિવારે બ્રિસ્બેનમાં આવેલા શ્રી લક્ષ્મી નારાયણ મંદિર પર હુમલો થવાની ઘટના સામે આવી છે. શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. હુમલાની સાથે સાથે મંદિરની દિવાલો બહાર વિવાદિત સૂત્રો પણ લખ્યા હતા. મંદિરમાં હુમલા થવાની જાણકારી મળતા હિંદુઓ એકત્રિત થઈ ગયા હતા અને આ ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
મંદિર પર હુમલો થવાની બની ચોથી ઘટના
વિદેશથી હિંદુઓની લાગણીને ઠેસ પહોંચતી હોય તેવા અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. હિંદુ મંદિરો પર અનેક વખત હુમલા થઈ રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં મંદિરો પર હુમલાની આ ચોથી ઘટના છે. આ વખતે બ્રિસ્બેનમાં આવેલા શ્રી લક્ષ્મી નારાયણ મંદિરને ખાલિસ્તાનીઓએ પોતાનું નિશાન બનાવ્યું છે. શનિવારે હુમલો કરવામાં આવ્યો હતો. ખાલિસ્તાન સમર્થકોએ મંદિરમાં તોડફોડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. અજાણ્યા લોકોએ મંદિરની દિવાલો પર ભારતના વડાપ્રધાન મોદી વિરુદ્ધ સૂત્રો લખ્યા હતા. તે ઉપરાંત મંદિરમાં તોડફોડ પણ કરી હતી.
મંદિરો પર હુમલો થતા હિંદુઓમાં જોવા મળ્યો રોષ
સૌથી પહેલા 12 જાન્યુઆરીએ મેલબર્નમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર સૂત્રો લખાયા હતા. જે બાદ 18 જાન્યુઆરીએ મેલબર્નમાં શિવ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. જે બાદ 23 જાન્યુઆરીએ મેલબર્નમાં આવેલા ઈસ્કોન મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જે બાદ આજે ફરી હિંદુ મંદિરમાં તોડફોડ થઈ હતી. અવાર-નવાર હિંદુ મંદિરોમાં હુમલા થવાને કારણે હિંદુઓમાં રોષ જોવા મળી રહ્યો છે.