રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 1,327 તબીબોની ઘટ, 546 ડોક્ટરોએ આપ્યું રાજીનામું, આ જિલ્લામાં સૌથી વધુ અછત


  • Published By :
  • Published Date : 2023-11-08 16:27:41

રાજ્યની સરકાર આરોગ્ય સેવાઓ છેક છેવાડાના માનવી સુધી પહોંચાડવા માગે છે પણ વાસ્તવિક્તા એ છે કે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની ભારે અછત છે. મળતી વિગતો મુજબ રાજ્યની અનેક સરકારી હોસ્પિટલોમાં 1327 ડોક્ટરોની ઘટ છે. રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા 546 તબીબોએ રાજીનામું આપી દીધું છે. રાજ્યમાં ક્લાસ-1 ડોક્ટરોની 637 જગ્યાઓ અને ક્લાસ-2ની 630 જગ્યા હાલ ખાલી છે, જેના કારણે ગરીબ દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી.  ડોક્ટરો ઉપરાંત પેરામેડિકલ સ્ટાફની 2 હજાર પોસ્ટ પણ છેલ્લા ઘણા સમયથી ભરાઈ નથી.


દાહોદમાં તબીબોની સૌથી વધુ ઘટ


રાજ્યમાં ડોક્ટરોની ઘટ પર એક નજર કરીએ તો આદિવાસી જિલ્લાઓમાં સરકારી ડોક્ટરો નોકરી કરવા જ તૈયાર નથી. દાહોદ જિલ્લામાં સૌથી વધુ તબીબોની ઘટ છે. જિલ્લાના CHCમાં સૌથી વધુ 448 અને PHCમાં 273 જગ્યા ખાલી છે. સરકારી ડોક્ટરોની ઘટ ઓછી કરવા માટે રાજ્ય સરકારે વિવિધ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 2,653 જેટલા બોન્ડેડ ડોક્ટરોની નિમણૂંક કરી હતી. જો સરકારના આદેશ છતાં માત્ર 797 જેટલા તબીબો જ ફરજ પર હાજર થયા હતા. 


બોન્ડેડ ડોક્ટરોની બગાવત


રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે તબીબોની તીવ્ર અછત ધરાવતા અલગ-અલગ જિલ્લાઓમાં 2,653 બોન્ડેડ તબીબોને ઓર્ડર આપવામાં આવ્યો હતો. જો કે રાજ્ય સરકારના હુકમની ઐસીતૈસી કરતા 546 તબીબોએ તેમની 5 લાખની બોન્ડની રકમ જમા કરાવવા પણ તૈયાર થઈ ગયા હતા. ઉલ્લેખનિય છે કે મેડિકલનો અભ્યાસ કરતા 546 તબીબોએ 5 લાખની બોન્ડ રકમ પેટે કુલ 27.30 કરોડ જમા કરાવ્યા હતા. જ્યારે 1,310 તબીબો એવા છે કે જેમણે નોકરી પણ નથી સ્વિકારી અને બોન્ડ પણ ભર્યા નથી. હવે રાજ્ય સરકાર આ તબીબો સામે શું કાર્યવાહી કરે છે તે જોવાનું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?