બ્રાજિલની સ્કુલમાં ફાયરિંગની ઘટના બની છે. શુક્રવારના દિવસે બ્રાજિલની બે શાળાઓમાં ફાયરિંગ થયું હતું. દક્ષિણપૂર્વીય વિસ્તારમાં આવેલી બે સ્કુલોમાં નકાબ પહેરા લોકો ઘૂસી આવ્યા હતા અને ફાયરિંગ કર્યું હતું જેમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 11 જેટલા લોકો ઘાયલ થયા છે. જેમાંથી બે વિદ્યાર્થીઓ છે જ્યારે એક શિક્ષક છે.
સ્થાનિક મીડિયા અનુસાર બુલેટપ્રુફ જેકેટ પહેરી શાળામાં ઘૂસી આવ્યા હતા અને ગોળીબારી કરી હતી. 2 સ્કુલોમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ બંને હુમલા એસ્પિરરિટો સેન્ટો રાજ્યની રાજધાની વિટોરીયાથી થોડા કિલોમીટર દૂર આવેલી શાળામાં આ ગોળીબાર થયો છે. સુરક્ષા સચિવાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ગોળીબાર પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને એક ખાનગી શાળા પર થયો હતો. પોલીસે આ ગોળીબાર કરનાર વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.