નવસારીના યુવાનની અમેરિકાના ન્યૂપોર્ટ શહેરમાં ગોળીબાર, સત્યેન નાયકના હત્યારાએ પણ કરી આત્મહત્યા


  • Published By :
  • Published Date : 2023-12-07 16:53:44

ગુજરાતીઓમાં અમેરિકા જવાની ઘેલશા વધી રહી છે, લોકો કોઈ પણ ભોગે અને કિંમત પર અમેરિકા જવા માટે હવાતિયા મારતા રહે છે. જો કે બીજી હકીકત એ પણ છે કે અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલા વધી રહ્યા છે. અમેરિકાના વિવિધ શહેરોમાં સ્ટોર કે મોટેલ ચલાવતા ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અમેરિકામાં મંગળવારે વધુ એક ગુજરાતી યુવાનને અમેરિકામાં મોતને ઘાત ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. નવસારી જિલ્લાનો સત્યેન નાઈક નામનો આ યુવાન અમેરિકામાં મોટલ ચલાવતો હતો. યુવકની હત્યાના સમાચાર મળતા જ સત્યેન નાયક પરિવારજનો અને સોનવાડી ગામમાં શોકનો માહોલનો જોવા મળી રહ્યો છે.


હત્યારાએ પણ કરી આત્મહત્યા


ગુજરાતના નવસારી જિલ્લાના સોનવાડી ગામનો 46 વર્ષીય સત્યેન નાયક નોર્થ કેરોલિનાના ન્યૂપોર્ટ શહેરમાં મોટેલ ચલાવતો હતો. સત્યેન નાયકની ન્યૂપોર્ટ શહેરમાં જ એક બેઘર વ્યક્તિએ ગોળીબાર કરી હત્યા કરી નાખી હતી. આ હત્યારાની ઓળખ ટોરી કેલ્લમ તરીકે કરવામાં આવી છે,  59 ટેરીએ સત્યેન પર ફાયરિંગ કર્યા બાદ પોતાના પર ગોળીબાર કરીને મોતને વ્હાલુ કર્યું હતું. 


ફાયરિંગના સમાચાર મળતા પોલીસ પહોંચી


ન્યુપોર્ટ શહેરમાં એક મોટેલ માલિક પર ફાયરિંગના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચ્યા બાદ તાત્કાલિક ઘાયલ સત્યેન નાઈકને ઈમર્જન્સી સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જો કે તેણે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. બાદમાં બેરીકેડ પાછળ છુપાયેલા હત્યારા ટેરીએ કેલ્લમે પણ પોતાના પર ગોળીબાર કરી આત્મહત્યા કરી લીધી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?