પોતાના નિવેદનને કારણે કંગના રનૌત હમેશા વિવાદોમાં રહેતી હોય છે. પોતાની આગામી ફિલ્મ ઈમરજન્સીને લઈને તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. કંગનાની ફિલ્મ ઈમરજન્સીનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર અનેક ફોટા શેર કર્યા છે. સાથે સાથે ઈમોશનલ નોટ પણ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું કે ફિલ્મ માટે તેમણે બધી સંપત્તિ ગીરવે મૂકી દીધી હતી.
સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જેમાં તેમણે લખ્યું કે આજે એક એક્ટર તરીકે ઈમરજન્સી ફિલ્મનું શુટિંગ પૂર્ણ કરી લીધું છે. મને મહેસુસ થયું કે આ મારા જીવનના સૌથી સારા પળો હતા જે આજે પૂરા થયા છે. લોકોને લાગે આ એકદમ સરળતાથી થઈ ગયું પરંતુ હકીકતમાં વાસ્તવીક્તા એકદમ અલગ છે. આ ફિલ્મનું શુટિંગ કરવા મેં મારી બધી જમીન ગીરવે મૂકી દીધી હતી.
મણિકર્ણિકા ફિલ્મના બેનર હેઠળ બની છે ફિલ્મ
પોતાની પોસ્ટમાં કંગનાએ સમગ્ર કાસ્ટ અને ક્રૂનો ફોયો શેર કર્યો હતો અને તમામનો આભાર માન્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું કે જેઓ મારી કાળજી કરે છે, હું તમને જણાવી દઉં કે હું અત્યારે સુરક્ષિત જગ્યા પર છું. મને તમારા પ્રેમ અને પ્રાર્થનાની જરૂર છે. આ ફિલ્મમાં કંગના ન કેવળ અદાકારા છે પરંતુ ફિલ્મનું ડાયરેક્શન પણ કરી રહ્યા છે. આ ફિલ્મના ડાયલોગ રિતેશ શાહે લખ્યા છે. આ ફિલ્મ કંગનાના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મસના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિલિંદ સોમન, મહિમા ચૌધરી, શ્રેયસ તલપડે જેવા સ્ટાર્સ પણ જોવા મળશે.