રામ મંદિર અને CM યોગીને ઉડાવી દેવાની ધમકીના કેસમાં ચોંકાવનારો ખુલાસો, 2 આરોપીઓની ધરપકડ, માસ્ટરમાઇન્ડ ફરાર


  • Published By :
  • Published Date : 2024-01-04 22:02:52

અયોધ્યામાં શ્રી રામ મંદિર અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં જુબેર ખાનના નામની આઈડીથી મેલ કરવામાં આવ્યા હતા જો કે તપાસ બાદ જાણવા મળ્યું કે નફરત ફેલાવવા મુસ્લિમ નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્રી રામ મંદિર, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને એસટીએફ ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં પોલીસે તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે તપાસ દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ગોંડાના રહેવાસી તહર સિંહ અને ઓમ પ્રકાશની ધરપકડ કરી છે. આરોપીઓએ ISIના ઝુબેર ખાનના નામે મુખ્યમંત્રી યોગી, ADG STF અમિતાભ યશ, દેવેન્દ્ર તિવારી અને રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.


પોલીસ પુછપરછમાં સત્ય સામે આવ્યું


પોલીસે જ્યારે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે બંથરાના રહેવાસી ભારતીય ખેડૂત નેતા દેવેન્દ્ર તિવારી એનજીઓ ચલાવે છે. તેની વિરૂધ્ધ માણેકનગર, આશિયાના, બંથરા, ગૌતમપલ્લી અને આલમબાગમાં ઘણા કેસ નોંધાયેલા છે. આરોપીઓએ જણાવ્યું કે તેઓ દેવેન્દ્રના આલમબાગ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સની ઓફિસમાં કામ કરે છે.બીજો આરોપી ઓમપ્રકાશ પણ આ જ કોલેજમાંથી ઓપ્ટોમેટ્રીમાં બે વર્ષનો ડિપ્લોમા કરી રહ્યો છે. દેવેન્દ્ર તિવારીની સૂચના પર જ તહર સિંહે ધમકીનો સંદેશ મોકલવા માટે નકલી ઈમેલ આઈડી બનાવ્યું હતું. ત્યારબાદ  બે મોબાઈલ ફોન ખરીદ્યા બાદ આ મેઈલ મોકલવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે આ ધમકી સંદેશાઓ માટે ઈ-મેલ આઈડી - lamansarikhan608@gmail.com અને zubairkhanisi199@gmail.comનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈમેલ આઈડી ટ્રેસ કરવામાં આવ્યું અને માહિતી મળી કે ઈમેલ આઈડી બનાવનાર વ્યક્તિનું નામ તાહર સિંહ છે. જ્યારે ધમકીનો મેલ મોકલનાર વ્યક્તિનું નામ ઓમ પ્રકાશ મિશ્રા છે.


શા માટે કર્યો મેલ?


મેઈલ મોકલ્યા બાદ દેવેન્દ્ર તિવારીએ મોબાઈલ ફોનને સળગાવીને નાશ કર્યો હતો. મેઈલ મોકલવા માટે ઓફિસમાં લગાવેલા વાઈફાઈ રાઉટરમાંથી ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપીઓએ તે પણ જણાવ્યું કે દેવેન્દ્ર તિવારીએ તેમને કહ્યું હતું કે આનાથી તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ થઈ જશે અને સુરક્ષા પણ વધી જશે. આ સિવાય મોટો રાજકીય ફાયદો પણ થશે.



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.