નડિયાદમાં બની હચમચાવી દે તેવી ઘટના, દીકરીનો વીડિયો વાયરલ થતા ઠપકો આપવા ગયેલા BSF જવાન મોતને ભેટ્યા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-26 10:01:57

ટેકનોલોજી જેમ જેમ વિકસી રહી છે તેમ તેમ એનો  દૂરઉપયોગ પણ વધી ગયો છે. આજકાલ અનેક લોકો વીડિયો બનાવી બ્લેકમેલ કરતા હોય છે. આવી જ એક ઘટના નડિયાદમાં બની છે. વનીપૂરા ગામના યુવાને બાજૂના ગામમાં રહેતા બીએસએફ જવાનની દિકરીનો વીડિયો વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતા બીએસએફ જવાન યુવાનોને ઠપકો આપવા ગયા હતા. આ મામલો એટલો બધો હિંસક બની ગયો કે વીડિયો વાયરલ કરતા વ્યક્તિના પરિવારે બીએસએફ જવાનના પરિવાર પર હુમલો કર્યો જેમાં બીએસએફ જવાનનું મોત નિપજ્યું છે. 



બીએસએક જવાનનું થયું મોત 

નડિયાદમાં એક એવી ઘટના બની છે જેણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. 7 વ્યક્તિઓએ બીએસએફ જવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા છે. BSF જવાનની દિકરીનો વીડિયા આ લોકોએ વાયરલ કર્યો હતો. જેને કારણે ઠપકો આપવા જવાન ગયા હતા. પરંતુ 7 લોકોએ જવાન પર ધારીયા તેમજ લાકડી વજે હુમલો કરી દીધો જેને કારણે બીએસએફ જવાન મોતને ભેટ્યા છે જ્યારે તેમનો પુત્ર ગંભીર રીતે ઈજા પામ્યો છે. 


આરોપી વિરૂદ્ધ કરાઈ પોલીસ ફરિયાદ 

હુમલો થતા બંનને લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બીએસએફ જવાનને મૃત જાહેર કરી દીધા હતા. પુત્રની હાલત ગંભીર બતાવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ પણ કરવાાં આવી છે. કેસ ફાઈલ કરી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.                



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...