Ghaziabadમાં ચોંકવાનારો કિસ્સો! IPSનો Deep Fake Video બનાવી એક વૃદ્ધને ઠગ્યાં, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-02 13:38:46

ડીપફેક અંગે તો ઘણી ચર્ચા થઈ. અનેક બોલિવુડ એક્ટ્રેસના આવા ડિપફેક વીડિયો બન્યા છે અને ઘણા વાયરલ થયા છે. થોડા સમય પહેલા આલિયા ભટ્ટનો આવો વીડિયો વાયરલ થયો હતો. તે સિવાય પણ અનેક એવી અભિનેત્રીઓ છે જેમના આવા વીડિયો સામે આવ્યા છે. ત્યારે વધુ એક ડિપફેકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પોલીસ અધિકારી આનો શિકાર બન્યા છે. ગાઝિયાબાદમાં રહેતા એક વૃદ્ધને ન્યુડ કોલ આવે છે અને તેમને બ્લેકમેઈલ કરવામાં આવે. 74 હજાર આપવા માટે દબાણ કરે છે. ડરેલા વૃદ્ધે પૈસા પણ આપી દીધા. આ માહિતી અંગે પરિવારને થોડા સમય પછી ખબર પડી ત્યારે આ અંગે એક મોટો ખુલાસો થયો. 

વૃદ્ધને આવ્યો ન્યુડ વીડિયો કોલ અને પછી.. 

ગાઝિયાબાદમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. કારણ કે પહેલીવાર જ્યારે આ સમાચાર સામે આવ્યા ત્યારે અમે પણ ચોંકી ગયા હતા. ગાઝિયાબાદમાં એક વૃદ્ધને બ્લેકમેલ કરી અને 74 હજાર પડાવી લેવામાં આવ્યા સોશિયલ મીડિયા પર એ વૃદ્ધને ન્યુડ વીડિયો કોલ આવ્યો. થોડા સમય પછી એ જે આરોપી છે એને પોતાને પોલીસ અધિકારી બતાયો અને વૃદ્ધને ધમકી આપી કે હું પોલીસ અધિકારી છું જો તમે પૈસા નહીં આપો તો હું તમને ખોટા કેસમાં જેલ ભેગા કરી દઈશ. વૃદ્ધ ડરી ગયા અને પછી આરોપીએ જેટલા પૈસા માંગ્યા એટલા ટ્રાન્સફર કરી દીધા. 


ખોટા કેસમાં ફસાઈ દેવાની વૃદ્ધને આપી ધમકી!

અરવિંદ શર્મા એ વૃદ્ધનું નામ અને તેમની ઉંમર 74 વર્ષ છે. 4 નવેમ્બરે તેમના મોબાઈલ પર વીડિયો કોલ આવ્યો. વીડિયો કોલમાં મહિલા દેખાઈ, ફોન તેમણે કટ કરી દીધો. આ જોઈને તેમણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. લગભગ એક કલાક પછી એમને whatsapp પર બીજો કોલ આવ્યો એ વ્યક્તિ પોલીસના યુનિફોર્મમાં જોવા મળ્યા અને કહ્યું કે હું દિલ્હી પોલીસનો અધિકારી છું અને તમે મને આટલા પૈસા ટ્રાન્સફર કરો નહીં તો હું તમને ખોટા કેસમાં જેલ ભેગા કરી દઈશ.


આરોપીએ આઈપીએસ અધિકારીના ચહેરાનો કર્યો ઉપયોગ! 

આરોપી હોંશિયાર હતો એટલે એને ઉત્તર પ્રદેશના એડીસીના પદ પરથી નિવૃત થયેલા પૂર્વ વરિષ્ઠ આઈપીએસ અધિકારી પ્રેમ પ્રકાશનો ચહેરાનો ઉપયોગ કરી અને આ વૃદ્ધને ઠગ્યા વૃદ્ધ પૈસા ટ્રાન્સફર કરી દીધા પછી પણ આરોપી તેમને હેરાન કરતો હતો એટલે વૃદ્ધે પોતાની દીકરીને કહ્યું આ આખી ઘટના વિશે. વાત જ્યારે દીકરીને કરી ત્યારે તેમણે કહ્યું કે તમે ટેન્શન ન કરો. તમારી આમાં કોઈ ભૂલ જ નથી. પછી દીકરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પછી મોટો ખુલાસો થયો.


હજી સુધી હિરોઈનના બનતા હતા ડિપફેક વીડિયો 

ખુલાસો એવો થયો કે તમે ચોંકી જશો. આપણે અત્યાર સુધી હીરોઈનના ડિપફેક વીડિયો તો જોયા જ છે બસ કંઈ એવી જ રીતના આરોપીએ એઆઈનો ઉપયોગ કરી આઈપીએસ પ્રેમ પ્રકાશનું મોઢું બનાવ્યું અને વૃદ્ધને લૂંટી લીધા. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?