કેરળમાં મહિલા ડોક્ટરની આત્મહત્યાથી ચકચાર, યુવકે દહેજમાં 15 એકર જમીન, સોનું અને BMWની કરી હતી માંગ


  • Published By :
  • Published Date : 2023-12-08 15:14:19

કેરળમાં દહેજની કથિત માંગને કારણે મહિલા ડોક્ટર શહાનાની આત્મહત્યાના કારણે હડકંપ મચી ગયો છે. કેરળ જેવા શિક્ષિત રાજ્યમાં દહેજનો મામલે આત્મહત્યાએ અનેક સવાલો ઉભા કર્યા છે. આ ઘટના બાદ શહાનાના ભાઈએ આરોપ લગાવ્યો હતો કે મારી બહેન જે છોકરા સાથે લગ્ન કરવા જઈ રહી હતી તે પૈસાનો લાલચુ હતો. તેણે સોનું, BMW કાર અને જમીનની માંગણી કરી હતી, જે અમે આપી શક્યા ન હતા. ઉલ્લેખનિય છે કે 26 વર્ષની શહાના તિરુવનંતપુરમ મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાં હતી. તે મેડિકલ કોલેજ પાસે ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને ત્યાં મૃત હાલતમાં મળી આવી હતી.


શા માટે કરી આત્મહત્યા?


ડોક્ટર શહાનાના મૃત્યુ બાદ પરિવારજનોએ જણાવ્યું હતું કે શહાનાનો પ્રેમી પીજી ડોક્ટર હતો અને તેણે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેઓ ભારે દહેજની માંગણી કરતા હતા. આક્ષેપ કર્યો હતો કે છોકરાના પરિવારે સોનું, જમીન અને BMW કાર માંગી હતી જે અમે આપી શક્યા ન હતા. આ કારણોસર તેણે લગ્નમાંથી પીછેહઠ કરી હતી. શહાના આ સહન ન કરી શકી અને પોતાના જીવનનો અંત આણી લીધો. મેડિકલ કોલેજ પોલીસે શહાનાના મૃત્યુ અંગે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો.


શહાનાના ભાઈ જસીમ નાઝે કહ્યું કે તેની સગાઈ તૂટ્યા બાદ તે ડિપ્રેશનમાં જતી રહી હતી. જ્યારે તેણે મને આ વિશે કહ્યું, ત્યારે અમે લગ્ન કરાવવાનું નક્કી કર્યું. જ્યારે અમે છોકરાના પરિવાર પાસે ગયા ત્યારે તેઓએ ભારે દહેજની માંગણી કરી હતી, જોકે અમે આટલો ખર્ચ ઉઠાવી શકતા ન હતા. તેથી તેણે લગ્ન કરવાના નિર્ણયથી પીછેહઠ કરી હતી, પરંતુ મારી બહેન તો તેની સાથે જ લગ્ન કરવા માંગતી હતી. તેણી ખરેખર તેને પ્રેમ કરતી હતી. પરંતુ જ્યારે રુવાઈઝે દહેજની માંગણી કરીને લગ્નમાંથી પીછેહઠ કરી, ત્યારે બહેન તે આઘાત સહન કરી શકી નહોતી.


દહેજ તરીકે 15 એકર જમીન, સોનું અને BMWની માંગ 


ડૉ. શહાના તેની કૉલેજના ડૉ. રુવાઈઝ સાથે રિલેશનશિપમાં હતી. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ આરોપ છે કે ડૉ. રુવાઈઝના પરિવારે દહેજ તરીકે સોનું, 15 એકર જમીન અને BMW કારની માંગણી કરી હતી. આ માંગ પૂરી ન થતાં સગાઈ તૂટી ગઈ હતી.રિપોર્ટ્સ અનુસાર, 4 ડિસેમ્બરે ડો.શહાનાને રાત્રીના સમયે હોસ્પિટલમાં નાઈટ ડ્યૂટી સોંપવામાં આવી હતી, પરંતુ તે હોસ્પિટલ પહોંચી ન હતી. આ પછી તેના મિત્રોએ તેને ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. જ્યારે શહાનાના મિત્રો ઘરે પહોંચ્યા તો ગેટ બંધ હતો.આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગેટ તોડીને જોયું તો શહાના બેભાન પડી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. એવું માનવામાં છે કે શહાનાએ પોતાને એનેસ્થેસિયાનો હાઈ ડોઝ આપીને આત્મહત્યા કરી લીધી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.