Sabarkanthaમાં Shobhanaben Baraiya ફોર્મ ભરવા તો ગયા પણ કાર્યકર્તાઓ ના આવ્યા? ખુરશીઓ ખાલી જોવા મળી! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-16 17:22:30

ગુજરાત લોકસભા બેઠક માટે જ્યારથી ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે ત્યારે અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપના ઉમેદવારોનો વિરોધ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીના ઈતિહાસમાં કદાચ એવી ઘટના પહેલી વાર બની જેમાં જાહેર કરેલા ઉમેદવારને બદલવા પડ્યા. બે બેઠકો માટે ભાજપે ઉમેદવારને બદલ્યા... એક બેઠક હતી વડોદરા તો બીજી બેઠક હતી સુરેન્દ્રનગરની.. 

ના માત્ર રાજકોટમાં પરંતુ અનેક બેઠકો પર ગુંચવાયેલો છે પેચ!

થોડાક સમય પેહલા પરષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પરની ટિપ્પણીના કારણે રાજકોટ લોકસભા બેઠક ફસાયેલી છે એવું કહેવામાં આવે છે. પણ હકીકત એ છે કે બનાસકાંઠા,સાબરકાંઠા, વલસાડ અને ભરૂચ આ બેઠકો ફસાયેલી છે. વર્તમાન પરિસ્થતિઓને જોતા ભાજપ માટે 26માંથી 26 બેઠકો જીતવી આસાન નથી લાગતી. પણ ભાજપ જો ભયાનક ભીંસમાં કોઈ બેઠક પર હોય તો અને એ પણ પોતાના પાર્ટીના કાર્યકર્તાઓના લીધે તો તે  સાબરકાંઠા લોકસભા બેઠક છે. 




શોભના બારૈયાને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો! 

ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ટિકીટ આપી હતી પરંતુ તે બાદ શોભનાબેન બારૈયાને ભાજપે ટિકીટ આપી. તે બાદ વિરોધ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો. કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો હતો. શોભનાબેનને બદલવામાં આવે તેવી માગ પણ ઉઠી હતી. સાબરકાંઠાથી એક તસવીર સામે આવી છે જેની કલ્પના ભાજપે કદાચ નહીં કરી હોય. જે દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં ઉમેદવાર ફોર્મ ભરવા ગયા , પાછળ ખુરશીઓ ખાલી રહી હતી. આનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે... 



કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે રોષ  

ભાજપના ઉમેદવારના સમર્થનમાં હિંમતનગર ખાતે ભાજપની સભા યોજાઈ ભાજપના ઉમેદવાર શોભના બારૈયા ઉમેદવારી નોંધાવી રહ્યા છે.ભાજપની સભા સ્થળે ખુરશીઓ ખાલી જોવા મળી હતી. આ ઉપરાંત જોવો આ સાબરકાંઠા ભાજપના એક WhattsApp ગ્રૂપનો સ્ક્રીન શોર્ટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાર્યકરોનો અસંતોષ અને ગુસ્સો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. આની પેહલા પણ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ જોવા મળ્યો હતો . અને કાર્યકર્તાઓ એટલે વિરોધ કરી રહ્યા છે કેમ કે કોંગ્રેસના આયાતી પૂર્વ MLA મહેન્દ્ર બારૈયાના પત્ની શોભના બેનને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે સાબરકાંઠા લોકસભા બેઠક પર કોનો વિજય થાય છે?  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?