તલાકના સમાચાર વચ્ચે શોએબ મલિકે પત્ની સાનિયા મિર્ઝાને બર્થ-ડે વિશ કર્યું, ફોટો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-15 20:40:02

ભારતની ખ્યાનનામ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચે છુટાછેડાના સમાચાર ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. જો કે આ સમાચાર વચ્ચે આજે શોએબ મલિકે પત્ની સાનિયાની સાથે પોતાની એક તસવીર પણ શેર કરી લખ્યું- તમને જન્મદિવસની શુભકામનાઓ સાનિયા, તમને સ્વસ્થ અને સુખીજીવનની શુભેચ્છા. આજના દિવસનો સંપૂર્ણ આનંદ માણો'. આ તસવીર પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ છે.


સાનિયાએ તેનો 36મો જન્મદિન મનાવ્યો


સાનિયા મિર્ઝાએ તેના મિત્રો સાથે તેનો 36મો જન્મદિવસ મનાવ્યો હતો. આ જન્મદિન પાર્ટીમાં શોએબ મલિક ક્યાંય પણ જોવા મળ્યો ન હતો. સાનિયાએ તેની હોલિવુડ ફ્રેન્ડ અને ફિલ્મમેકર ફરાહ ખાન તથા ગાયિકા અનન્યા બિરલા  સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. ફરાહ અને સાનિયાએ તેના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો પણ શેઅર કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે શોએબના આ બર્થ ડે વિશ પર સાનિયા મિર્ઝાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. 




તલાકના સમાચાર કે અફવા

પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક છૂટાછેડાની તૈયારી કરી રહ્યાં છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે બંને અલગ-અલગ રહે છે. રિપોર્ટ્સમાં ખાલી આટલું કહેવામાં આવી રહ્યું છે કે શોએબે તેના એક ટીવી શો દરમિયાન સાનિયા સાથે દગો કર્યો હતો. શોએબની મેનેજમેન્ટ ટીમનો ભાગ અને બંનેના કોમન મિત્રએ પણ દાવો કર્યો હતો બંને સત્તાવાર રીતે છૂટાછેડા લઈ ચૂક્યાં છે. કેટલીક ઔપચારિકતાઓ છે, હાલ બંને અલગ-અલગ રહે છે. સાનિયા દુબઈમાં છે, જ્યારે મલિક પાકિસ્તાનમાં છે. 


સેલિબ્રિટી કપલે 2010માં લગ્ન કર્યા હતા


શોએબ અને સાનિયાએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતાં. બંનેનો એક દીકરો ઈઝહાન છે. તેનો જન્મ લગ્નનાં 10 વર્ષ પછી 2018માં થયો હતો. 30 ઓક્ટોબરે સાનિયા અને શોએબ છેલ્લી વખતે દીકરા ઈઝહાનના જન્મદિવસ પર એકસાથે જોવા મળ્યાં હતાં.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...