શિવસેના વિવાદ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ગુરૂવારે 11 મેના રોજ ચુકાદો સંભળાવ્યો છે.એકનાથ શિંદે અને 15 અન્ય ધારાસભ્યોને જુન 2022માં તત્કાલિન મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે સામે બળવો કરવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવે કે નહીં તે મામલે સુપ્રીમ કોર્ટે આ ચૂકાદો સંભળાવ્યો છે. કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે મહારાષ્ટ્રનો આ કેસ મોટી બેંચ પાસે જશે. સુપ્રીમ કોર્ટની બંધારણ બેંચે મહારાષ્ટ્રના રાજકીય સંક્ટનો કેસ 7 જજોની મોટી બેંચને સોંપી દીધો છે. વર્ષ 2022ના મહારાષ્ટ્ર રાજનિતી સંકટને લઈ શિવસેનાના ઉધ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જુથ દ્વારા અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અંગે આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે.
ઠાકરે જુથને મોટો ઝટકો
CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટીસ હિમા કોહલી, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મોરારીએ કહ્યું કે સ્પિકરે અસલી વ્હીપની તપાસ કરી નહોંતી. કોર્ટે કહ્યું કે સ્પિકરે માત્ર રાજકીય દળો દ્વારા નિયુક્ત વ્હિપને જ માન્યતા આપવી જોઈતી હતી.કોર્ટે કહ્યું કે સ્પિકરને બંને જુથ બન્યા અંગે જાણકારી હતી. બેંચે કહ્યું કે શિંદે જુથના ગોગાવલેને ચીફ વ્હીપ માનવાનો નિર્ણય ખોટો હતો. મહારાષ્ટ્રમાં વ્હિપને પાર્ટીથી અલગ કરી દીધા. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે અયોગ્યતા અંગે નિર્ણય લેશે નહીં. સ્પીકરને આ મામલે ઝડપથી નિર્ણય લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે પક્ષમાં ભાગલા અયોગ્યતાની કાર્યવાહીથી બચવાનો આધાર બની શકે નહીં. ઉદ્ધવને મુખ્ય મંત્રી તરીકે ફરીથી સ્થાપિત કરી શકતા નથી.
Eknath Shinde govt gets relief; SC says Maharashtra Governor erred, but court can't restore MVA govt as Uddhav resigned voluntarily
Read @ANI Story | https://t.co/e98OoUKzbA#EknathShinde #Maharashtra #UddhavThackeray #MaharashtraPolitics pic.twitter.com/bfbOvmEDGJ
— ANI Digital (@ani_digital) May 11, 2023
રાજ્યપાલ માત્ર બંધારણને વફાદાર રહે: સુપ્રીમ કોર્ટ
Eknath Shinde govt gets relief; SC says Maharashtra Governor erred, but court can't restore MVA govt as Uddhav resigned voluntarily
Read @ANI Story | https://t.co/e98OoUKzbA#EknathShinde #Maharashtra #UddhavThackeray #MaharashtraPolitics pic.twitter.com/bfbOvmEDGJ
સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં કહ્યું કે રાજ્યપાલે એવું ન કરવું જોઈએ જે તેમને બંધારણે આપ્યું નથી. જો સરકાર અને સ્પીકર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા સ્થગિત કરવાનો પ્રયાસ કરશે તો રાજ્યપાલ નિર્ણય લઈ શકે છે. પરંતુ આ મામલે ધારાસભ્યોએ રાજ્યપાલને લખેલા પત્રમાં એવું નથી કહ્યું કે તેઓ એમવીએ સરકારને હટાવવા માંગે છે. માત્ર પોતાની પાર્ટીના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા. કોર્ટે કહ્યું કે કોઈપણ પક્ષમાં અસંતોષ ફ્લોર ટેસ્ટનો આધાર ન હોવો જોઈએ. રાજ્યપાલને જે પણ દરખાસ્તો મળી હતી તે સ્પષ્ટ નથી. અસંતુષ્ટ ધારાસભ્યો નવી પાર્ટી બનાવી રહ્યા છે કે ક્યાંક વિલીનીકરણ કરી રહ્યા છે તે જાણી શકાયું નથી.