ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવનાથ મંદિર ખાતે શરૂ થયો શિવરાત્રીનો મેળો, ધ્વજારોહણ બાદ મેળાનો થયો શુભારંભ


  • Published By :
  • Published Date : 2023-02-15 16:14:31

થોડા દિવસો બાદ મહાશિવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે. આ દિવસ દરમિયાન મહાદેવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. જૂનાગઢ ખાતે આવેલા ભવનાથ મંદિરમાં ધામધૂમથી મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢમાં દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. 



ભવનાથ મેળાનો કરાયો પ્રારંભ 

મહાશિવરાત્રી દરમિયાન શિવ ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા પૂજા વિધી કરતા હોય છે. અનેક શિવમંદિરોમાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢ ખાતે યોજાતા શિવરાત્રીના મેળાનું વિશેષ મહત્વ રહેલું છે.જૂનાગઢના ભવનાથના શિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી આવતા હોય છે. મહા વદ નોમથી તેરસ સુધી આ મેળો ચાલતો હોય છે. આ મેળાનો લાભ લેવા દૂર દૂરથી લોકો આવતા હોય છે. હરી ગીરી મહારાજ, મહામંડલેશ્વર તેમજ ભક્તોની ઉપસ્થિતિમાં મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હર હર મહાદેવના નાદ સાથે પૂજા અર્ચના કર્યા બાદ ભક્તિમય વાતાવરણમાં મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 




અધિકારીઓ પણ રહ્યા હતા હાજર 

આ મેળામાં ભાગ લેવા દૂર દૂરથી ભક્તો આવતા હોય છે. આ સમય દરમિયાન ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. ભવનાથ મહાદેવની મહાઆરતી બાદ આ મેળો સંપન્ન થશે. આ મેળાનો પ્રારંભ ધ્વજારોહણ બાદ થયો હતો. જૂદા-જૂદા સ્થળોથી જૂનાગઢ સુધી પહોંચવા બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સાધુ સંત સિવાય મેળાના પ્રારંભ સમયે અનેક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.