શિવસેનાના નામ અને પાર્ટીના પ્રતીક પરના અધિકારને લઈને છેલ્લા કેટલાક સમયથી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે તંગદીલી ચાલી રહી છે. આ દરમિયાન ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો છે, ચૂંટણી પંચે મોટો નિર્ણય લેતા શિવસેનાનું નામ અને પક્ષનું ચિહ્ન ઉદ્ધવ ઠાકરે પાસેથી છીનવી લીધું છે. ચૂંટણી પંચે પક્ષનું નામ અને શિવસેનાનું પ્રતીક 'ધનુષ્ય-બાણ' એકનાથ શિંદે જૂથને સોંપી દીધું છે. અત્રે ઉલ્લેખનિય છે કે બંને જૂથો શિવસેનાના નામ અને ધનુષ અને તીરના મૂળ ચૂંટણી પ્રતીક પર દાવો કરી રહ્યા છે.
ઉધ્ધવ ઠાકરેને મોટો ઝટકો
કેન્દ્રીય ચૂંટણી પંચે શિવસેના પાર્ટીનું નામ અને ધનુષ્ય અને બાળનું પ્રતિક એકનાથ શિંદે જુથને સોંપી દેતા ઉધ્ધવ ઠાકરેને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. બાળ ઠાકરેએ સ્થાપેલી શિવસેના પાર્ટીના નામ અને પ્રતિક પરથી હવે ઠાકરે પરિવારનો કોઈ હક રહેશે નહીં. મહારાષ્ટ્રની રાજનિતીમાં ઉધ્ધવ ઠાકરેની રાજનિતીના વળતા પાણી કહીં શકાય.
બંને જુથને મળ્યા હતા બે અલગ પ્રતિક
શિવસેનાના નામ અને ધનુષ અને તીરના મૂળ ચૂંટણી પ્રતીક પર દાવો કરી રહ્યા હતા. તેથી આ સમગ્ર મામલો ચૂંટણી પંચમાં પહોંચ્યો હતો. મહારાષ્ટ્રમાં યોજાયેલી પેટાચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા બંને જૂથોને બે અલગ અલગ પ્રતિક ફાળવવામાં આવ્યા હતા. જેમાં શિંદે જૂથને બે તલવાર અને એક ઢાલ, ઉદ્ધવ જૂથને મશાલનું પ્રતિક આપવામાં આવ્યું હતું.
“Thackeray” stands for resilience, tenacity, perseverance, grit and innovation. Election Commission cannot dent that. We will fight it out upto Hon’ble Supreme Court and emerge a WINNER.
In Elections, People of Maharashtra will pass the final verdict. WE WILL WIN ! pic.twitter.com/AYDfFKPd7o
— Sanjay Raut (@rautsanjay61) February 17, 2023
ઠાકરે જૂથે કર્યો વિરોધ
“Thackeray” stands for resilience, tenacity, perseverance, grit and innovation. Election Commission cannot dent that. We will fight it out upto Hon’ble Supreme Court and emerge a WINNER.
In Elections, People of Maharashtra will pass the final verdict. WE WILL WIN ! pic.twitter.com/AYDfFKPd7o
ચૂંટણી પંચના આ નિર્ણય બાદ શિવસેના (ઠાકરે જૂથ)ના સાંસદ સાંસદ સંજય રાઉતે ટ્વીટ કર્યું કે તેની સ્ક્રિપ્ટ તૈયાર હતી. દેશ સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યો છે. જોકે એવું કહેવામાં આવ્યું હતું કે પરિણામ અમારી તરફેણમાં આવશે. પરંતુ હવે એક ચમત્કાર થયો છે. લડતા રહો, સંજય રાઉતે કહ્યું કે ઉપરથી નીચે સુધી પાણીની જેમ કરોડો રૂપિયા વહાવી દેવામાં આવ્યા છે. અમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જનતા અમારી સાથે છે. પરંતુ અમે લોકોના દરબારમાં નવું પ્રતીક લઈને જઈશું અને શિવસેનાને ફરી ઉભી કરીને બતાવીશું, આ લોકશાહીની હત્યા છે. અમે કાયદાની લડાઈ પણ લડીશું. ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું કે, ચૂંટણી પંચ ભાજપનું એજન્ટ છે. ભાજપ માટે કામ કરે છે. હવે દેશની જનતાનો વિશ્વાસ જાગ્યો છે.
CM શિંદેએ નિર્ણયને આવકાર્યો
ચૂંટણી પંચના આ નિર્ણય બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે આ લોકશાહીની જીત છે. લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. આ સત્યની જીત છે. આ બાળાસાહેબના વિચારોની જીત છે. એકનાથ શિંદેએ કહ્યું કે આ લાખો કાર્યકરોની જીત છે.