જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું આજે રાજકીય સન્માન સાથે સ્ટેટ ફ્યુનરલ ટોક્યોના નિપ્પોન બુડોકન કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. અહી ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી સહિતના 700થી વધુ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી . શિન્ઝો આબેને 19 તોપોની
સલામી પણ આપવામાં આવી હતી. આબેની 8 જુલાઈએ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ પછી
15 જુલાઈએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યૂ હતું. ભારતના વડાપ્રધાન મોદી સહિતના 217 જેટલા
દેશના પ્રતિનિધિઑ ગઈકાલ રાતે એટલે 26 સપ્ટેમ્બર જાપાન પોહચી ગયા હતા .
8 જુલાઇએ થઈ હતી હત્યા.
આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. આ પછી 15 જુલાઈના રોજ પરિવારની હાજરીમાં શિન્ઝોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે આજે કરવામાં આવેલ સ્ટેટ ફ્યૂનરલ પ્રતીકાત્મક છે.
કોને આપી શ્રદ્ધાંજલિ ?
નેતાઓ તથા જાપાનના શાહી પરિવારએ આબેને શ્રદ્ધાંજલિ આપી હતી. કુડાન્ઝાકા પાર્ક ખાતે સામાન્ય લોકો પણ આબેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શિન્ઝો આબેના અવશેષોના વિદાય સાથે સ્ટેટ ફ્યૂનરલ સેરેમનીનું સમાપન થયું હતુ.