બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરમાં ચોરી, પોલીસે બે લોકોની અટકાયત કરી


  • Published By :
  • Published Date : 2023-06-15 22:33:53

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના મુંબઈમાં જુહુ સ્થિત ઘરમાં ચોરી થઈ છે. ચોરીની ઘટના આ ઘટના બાદ મુંબઈ પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી છે અને પૂછપરછ કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના એક સપ્તાહ જૂની છે. પોલીસને આજે ગુરુવાર, 15 જૂનના રોજ મીડિયા એજન્સીને જાણ કરી હતી કે ગયા અઠવાડિયે અભિનેત્રીના ઘરમાંથી કથિત રીતે કેટલીક કિંમતી વસ્તુઓની ચોરી થઈ હતી. આ મામલે તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે શિલ્પા શેટ્ટી હાલમાં મુંબઈમાં નથી. તે પરિવાર સાથે ઈટાલીમાં રજાઓ માણી રહી છે.


બે લોકોની અટકાયત બાદ કરી પૂછપરછ

 

શિલ્પાના 'કિનારા' બંગલાના હાઉસકીપિંગ મેનેજરે ચોરીની ફરિયાદ સાથે પોલીસનો સંપર્ક કર્યો હતો.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જુહુ પોલીસ સ્ટેશનને ફરિયાદ મળી હતી. અભિનેત્રીના ઘરે ઘરફોડ ચોરી થઈ અને તેમાં કેટલીક કિંમતી વસ્તુઓ ગુમ થઈ છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે બે લોકોની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે