ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતી નાબુદ થાય અને જ્ઞાન સહાયક રદ્દ થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આંદોલન કરવાના છે. શિક્ષણ બચાવો ધરણાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. શિક્ષણમાં થઈ રહ્યું ખાનગીકરણ તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવા મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે. મોટી સંખ્યામાં ઉમેદવારો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ સત્યાગ્રહ છાવણી પહોંચી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આ ધરણામાં જોડાયા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ આ ધરણામાં જોડાયા છે.
ધરણા કાર્યક્રમમાં જોડાયા યુવરાજસિંહ જાડેજા
ગુજરાતનું શિક્ષણ પ્રતિદિન લથડી રહ્યું છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં વિદ્યાર્થીઓને સારૂં શિક્ષણ નથી મળી રહ્યું. અનેક એવા વીડિયો આપણી સામે અવાર-નવાર સામે આવતા હોય છે જેને જોઈ આપણને બાળકો પર દયા આવી જાય. ત્યારે ગુજરાતમાં લથડતા શિક્ષણ મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. જ્ઞાન સહાયક નાબુદ થાય તે માટે આજે ધરણા કરવામાં આવ્યા છે. આ ધરણામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જોડાયા છે. યુવરાજસિંહ અનેક વખત ઉમેદવારોના સમર્થનમાં દેખાયા છે. ટેટ ટાટના ઉમેદવારો સાથે યુવરાજસિંહ ગાંધી બાપુને પત્ર આપવા ગયા હતા.