બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં પ્રધાનમંત્રી શેખ હસીનાને તેમના પાંચમા કાર્યકાળ માટે જીત મળી છે. આ પરિણામોના કારણે સમગ્ર વિશ્વમાં આશ્ચર્ય સર્જાયું છે. નવેમ્બરની શરૂઆતમાં જ્યારે ઈલેક્શનની જાહેરાત થઈ હતી ત્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી બીએનપીએ ચૂંટણીનો બહિષ્કારની ઘોષણા કરી હતી. આ જાહેરાત થઈ ત્યારથી જ શેખ હસિનાનું પીએમ બનવાનું નક્કી થઈ ગયું હતું. શેખ હસિનાની આવામી લીગ પાર્ટીને બે-તૃતિયાંશ બહુમતી મળી છે. જો કે ચૂંટણીની સૌથી રસપ્રદ બાબત એ છે કે શેખ હસિનાની પાર્ટી આવામી લીગ બાદ સૌથી વધુ અપક્ષ ઉમેદવારો ચૂંટણી જીત્યા છે. તમામ મોટા રાજકીય પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા અપક્ષ ઉમેદવારોની જીત આસાન બની ગઈ હતી. શેખ હસીનાની પાર્ટી આવામી લીગને 223 સીટો મળી છે જ્યારે અપક્ષ ઉમેદવારોને 63 સીટ જીતી છે.
ચૂંટણીમાં ડમી ઉમેદવારોની બોલબાલા
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ દેશની સંસદમાં મુખ્ય વિપક્ષ જાતીય પાર્ટી છે, જેને 300માંથી 11 સીટ પર જીત મળી છે, જીતનારા ઉમેદવારો પહેલા આવામી લીગમાં જ હતા બાદમા પાર્ટીએ તેમને બરખાસ્ત કરતા તેમણે જાતીય પાર્ટીની રચના કરી હતી. આ ઉમેદવારો પણ આવામી લીગના ડમી ઉમેદવારો મનાય છે. આ ચૂંટણીમાં ડમી ઉમેદવારોની બોલબાલા રહી છે. દુનિયાને બતાવવા માટે આવામી લીગે આવા અનેક ડમી ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રાખ્યા હોવાનું કહેવામાં આવે છે.
બાંગ્લાદેશ ચૂંટણી પર દુનિયાની નજર
બાંગ્લાદેશ ચૂંટણીમાં કોની જીત થાય છે તેને લઈ વિશ્વની અગ્રણી સત્તાઓ મેદાને હતી. ભારત,ચીન,રશિયા વર્તમાન વડાપ્રધાન આવામી લીગના સમર્થનમાં હતા. જો કે અમેરિકા, પાકિસ્તાન સહિતના કેટલાક અરબ દેશો મુખ્ય વિપક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ને ટેકો આપ્યો હતો. અમેરિકાએ વર્તનમાન પીએમ પર દેશમાં લોકશાહી અને માનવાઅધિકાર હનનનો આરોપ લગાવ્યો હતો. જો કે ભારત સહિતના અન્ય દેશોએ અમેરિકાને બાંગ્લાદેશના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરવા કહ્યું હતું.