શહેરા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા પર હુમલો, આ કૃત્ય પાછળ જેઠા ભરવાડનો હાથ હોવાનો ગંભીર આરોપ


  • Published By :
  • Published Date : 2023-10-10 21:23:44

ભાજપના નેતા અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ પર એક વખત વિવાદમાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતના કોંગ્રેસના વિપક્ષના નેતા જેબી સોલંકી પર શહેરા સિવિલ હોસ્પિટલ નજીક ત્રણ રસ્તા પાસે 20 થી 25 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. તેઓના હાથ પગ તોડી નાખવામાં આવ્યા છે. આ હુમલો શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે કરાવ્યો હોવાનો જેબી સોલંકીએ આરોપ લગાવ્યો છે. હાલ તો ગંભીર રીતે ઘાયલ થયેલા જેબી સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી, ઉષા નાયડુ, શૈલેષ પરમાર સહિત કોંગ્રેસના નેતાઓ આજે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પંચમહાલના પ્રવાસે હતા ત્યારે શહેરામાં કોંગ્રેસના નેતા પર હુમલો થયાની ઘટનાની જાણ તથા આ નેતાઓ શહેરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને આ મામલે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી આ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ કરી હતી. 



શું કહ્યું જેબી સોલંકીએ? 


પોતાના પર થયેલા જીવલેણ હુમલોને લઈ જેબી સોલંકીએ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા પાછળ ધારાસભ્ય જેઠા ભરવાડનો હાથ છે તેવો આરોપ લગાવતા રાજકારણ ગરમાયું છે. તેમણે પોલીસ પર પણ નિશાન સાધતા જણાવ્યું હતું કે મેં અવારનવાર પોલીસ પ્રોટેકશન માગ્યું હતું તેમજ જિલ્લા પોલીસવડાને પણ રજૂઆત કરી હતી છતાં પણ મારી કોઈએ નોંધ લીધી નહી. પંચમહાલ એસપીને બંદોબસ્તની રજૂઆત છતાં તેમણે સુરક્ષા આપી નહોતી. તેમણે કહ્યું કે, નંબર પ્લેટ વિનાની કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવેલા શહેરા સિવિલ સામે હુમલો થયો છે. 7 જેટલાં અજાણ્યા શખ્સોએ લાકડી અને તલવાર વડે હુમલો કર્યો હતો. જો કે જેઠા ભરવાડે આ હુમલામાં તેમનો હાથ હોવાનો ઈન્કાર કર્યો હતો તેમણે કહ્યું કે જેબી સોલંકી તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા છે. તેમની સામે અનેક કેસો થયેલા છે. હું તો મારી ઓફિસ અમદાવાદમાં બેઠો છું મને આ બાબતે ખબર નથી. જો કે હવે આ સમગ્ર મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના સૌની નજર છે. 


ભરત સિંહ સોલંકીએ પણ કર્યા આક્ષેપ


કૉંગ્રેસ નેતા જેબી સોલંકી પર થયેલા હુમલાને લઈ પ્રતિક્રિયા આપતા ભરત સિહ સોલંકીએ ધારાસભ્ય જેઠા ભરવાડ સામે ગંભીર આક્ષેપ કર્યો છે. ધારાસભ્ય જેઠા ભરવાડે લોકશાહીનું ખૂન કર્યુ છે અને તેમના દ્વારા ગુંડાગર્દી કરવામાં આવે છે તેવા આક્ષેપો તેમણે કર્યો હતા. આ તરફ બનાવને લઈ પોલીસ દ્વારા ફરીયાદ નોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સિવાય પોલીસે અજાણ્યા હુમલાખોરને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?