બિગ બોસના વિજેતા અને બાલિકા વધુમાં કલેક્ટરનો રોલ કરનાર સિદ્ધાર્થ શુક્લનો આજે બર્થ-ડે છે. એકાએકા તેમના મૃત્યુ થતા તેમના ચાહકો તેમજ તેમના પરિવારજનોને આઘાત લાગ્યો હતો. ત્યારે આજે સિદ્ધાર્થનો જન્મ દિવસ છે જેને લઈ અનેક ફેન્સે તેમજ શહેનાઝ ગીલે એક સંદેશો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અને લખ્યું છે કે હું તમને ફરીથી મળીશ.
2021માં સિદ્ધાર્થે દુનિયાને અલવિદા કહ્યું
બિગ બોસમાં દર્શકોને સિદ્ધાર્થ શુક્લ તેમજ શહેનાઝ ગિલની જોડી પસંદ આવી હતી. આ જોડી દરેકની પસંદ બની ગઈ હતી. લોકો એવું માનતા હતા કે તેમનો આ સંબંધ આગળ વધશે પરંતુ આ રિશ્તાની ડોર તૂટી ગઈ હતી. સપ્ટેમ્બર 2021ના રોજ સિદ્ધાર્થ શુક્લાએ દુનિયાને અલવિદા કહી દીધી હતી.
કેક કટ કરી સિદ્ધાર્થીની બર્થ-ડે કરી સેલિબ્રેટ
તેમના મોતના સમાચાર આવતા સિદ્ધાર્થના ફેન્સ તેમજ શહેનાઝ ગિલને આઘાત લાગ્યો હતો. શહેનાઝ પૂરી રીતે તૂટી ગઈ હતી. સિદ્ધાર્થની બર્થ-ડે પર રાતના 12 વાગે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. સાથે સાથે સિદ્ધાર્થનો હસતો ફોટો પણ મૂક્યો હતો અને કેક કટ કરી સિદ્ધાર્થની યાદોને તાજા કરી.