રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તેમજ મોડી રાત્રે ઠંડીના ચમકારાનો અનુભવ થાય છે. આપણે લોકો ગરમીમાં રહેવા ટેવાયા છે પરંતુ તાપમાનમાં થોડો પણ ઘટાડો થાય ત્યારે આપણને ઠંડી લાગવા લાગે છે. તાપમાનનો પારો ઘટી રહ્યો છે. રવિવારે 15 જેટલા શહેરોનું તાપમાનનો ઘટ્યું હતું. નલિયામાં તાપમાન 10 ડિગ્રી નીચે આવી પહોંચ્યું છે. અમદાવાદમાં પણ 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની દિશા બદલાતા ગુજરાત ઠંડુગાર બન્યું છે. આવનાર દિવસોમાં આ તાપમાન હજી પણ ગગડી શકે છે અને કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે તેવી આાગાહી કરવામાં આવી છે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો. માવઠાને કારણે ગુજરાતના અનેક શહેરોમાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ખેતરમાં પાણી ઘૂસી ગયા જેને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે આવનાર દિવસમાં ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ગુજરાતના વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે. નલિયાનું તાપમાન 9.2 ડિગ્રી પર નોંધાયું હતું જ્યારે અમદાવાદનું તાપમાન 16.2, ગાંધીનગરનું તાપમાન 15 ડિગ્રી જ્યારે ડીસમાં તાપમાનનો પારો 14 ડિગ્રી આસપાસ નોંધાયો હતો. ભાવનગરનું તાપમાન 17.9 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે વડોદરાનું તાપમાન 17.6 ડિગ્રી પહોંચ્યું હતું.
અંબાલાલ પટેલે શું કરી આગાહી?
હવામાન વિભાગના આંકડા મૂજબ પોરબંદરમાં 13.4 ડિગ્રી, કેશોદમાં 14.2 ડિગ્રી, મહુવાનું 16.1 ડિગ્રી નોંધાયું હતું. દ્વારકાનું તાપમાન 19 ડિગ્રીએ પહોંચ્યું હતું. ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચક્રવાતને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 14થી 20 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.