આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપ સામે વિપક્ષો એકજુથ થવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે હજુ સુધી સંગઠીત થઈ શક્યા નથી. આ અંગે ટીએમસીના સાંસદ શત્રુઘ્ન સિંહાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે લાંબા સમયથી તે વાત સાંભળી રહ્યા છીએ કે આગામી નેતા કોણ હશે. જ્યારે નહેરૂ વડાપ્રધાન હતા ત્યારે લોકો આવા જ સવાલો કરતા હતા જો કે આ બાબતો પાયાવગરની છે. મહત્વની બાબત એ છે કે કોને પ્રધાનમંત્રી બનવાથી રોકવાના છે, તે અંગે સ્પષ્ટતા હોવી જોઈએ.
2024 के लोकसभा चुनाव में भाजपा का मुकाबला करने के लिए विपक्षी एकता वार्ता के बीच टीएमसी नेता शत्रुघ्न सिन्हा (#ShatrughanSinha) ने कहा कि पार्टी प्रमुख ममता बनर्जी (#MamtaBanerjee) गेम चेंजर हो सकती हैं।#LoksabhaElection2024 pic.twitter.com/n8FURFKPwf
— IANS Hindi (@IANSKhabar) February 23, 2023
મમતા બેનર્જીની કરી પ્રશંસા
2024 के लोकसभा चुनाव में भाजपा का मुकाबला करने के लिए विपक्षी एकता वार्ता के बीच टीएमसी नेता शत्रुघ्न सिन्हा (#ShatrughanSinha) ने कहा कि पार्टी प्रमुख ममता बनर्जी (#MamtaBanerjee) गेम चेंजर हो सकती हैं।#LoksabhaElection2024 pic.twitter.com/n8FURFKPwf
— IANS Hindi (@IANSKhabar) February 23, 2023અભિનેતામાંથી નેતા બનેલા શત્રુઘ્ન સિંહાએ તેમની પાર્ટી ટીએમસીના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી છે. તેમને એક કુશળ નેતા ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આગામી વર્ષે તે એક ગેમ ચેન્જર નેતા સાબિત થશે.
PM મોદીને માર્યો ટોણો
શત્રુઘ્ન સિંહાએ બીજેપી નેતા અને પ્રધાનમંત્રી મોદી પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે એવું લાગે છે કે મારા મિત્ર પ્રધાનમંત્રી મોદીના સારા દિવસે પુરા થયા છે. તેમણે ભાજપ પર ટોણો માર્યો કે ભાજપ વન મેન શો અને ટૂ મેન આર્મી થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે શત્રુઘ્ન સિંહા ઘણા લાંબા સમય સુધી ભાજપા સાથે સંકળાયેલા રહ્યા હતા, તેઓ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચુક્યા છે. જો કે ચાર વર્ષ પહેલા તેમણે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું.