'ધર્મ પરિવર્તનનો દાવો સાબિત કરો અને 1 કરોડ જીતો'-'ધ કેરાલા સ્ટોરી' મુદ્દે શશિ થરૂરે કર્યું ટ્વિટ


  • Published By :
  • Published Date : 2023-05-01 22:18:49

ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ વિવાદ શરૂ થઈ ગયો છે. જ્યાં કેરળની ડાબેરી સરકારે આ ફિલ્મને સંઘ અને બીજેપીનો પ્રચાર ગણાવ્યો છે ત્યાં કોંગ્રેસ પણ ટ્રેલર રિલીઝ થયા બાદથી સતત પ્રતિક્રિયા આપી રહી છે. આ મામલે તાજેતરમાં જ કોંગ્રેસના નેતા શશિ થરૂરે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક પોસ્ટ શેર કરતા કોંગ્રેસના નેતાએ લખ્યું કે આ તમારા કેરળની વાર્તા હોઈ શકે છે, પણ આ અમારા કેરળની વાર્તા નથી. જો કે હવે શશિ થરૂરે આ ફિલ્મને લઈને વધુ એક ટ્વિટ કર્યું છે. તેમણે આ ફિલ્મને લઈને એક ચેલેન્જ આપી છે.


શશિ થરૂરે ટ્વિટ કરી આપી ચેલેન્જ 


કોંગ્રેસના નેતા શશિ થરૂરે ટ્વીટ કરતા કહ્યું કે ' માત્ર કેરળમાં જ 32,000 મહિલાઓના કથિત ધર્મ પરિવર્તનનો પ્રચાર કરનારાઓ માટે તેમનો દાવો સાબિત કરવા અને કેટલાક પૈસા કમાવવાની તક છે. શું તે ચેલેન્જ સ્વીકારવા તૈયાર થશે કે પછી કોઈ પુરાવા જ નથી કેમ કે કોઈ પુરાવા છે જ નહીં?


થરૂરની આ પોસ્ટ થઈ વાયરલ


આ સાથે જ થરૂરે એક પોસ્ટ પણ શેર કરી છે. જેમાં લખ્યું છે કે 'કેરળમાં 32000 મહિલાઓએ ઈસ્લામ સ્વીકાર્યો, આ દાવાને સાબિત કરવા માટે પુરાવા રજુ કરો અને એક કરોડ રૂપિયા લઈ જાઓ'.શશિ થરૂરે પોસ્ટમાં 'Not a Kerala story' હેશટેગ આપ્યું છે. શશિ થરૂરની આ પોસ્ટ અનુસાર, જે લોકો ચેલેન્જ સ્વીકારીને એક કરોડ રૂપિયાનું ઇનામ જીતવા માગે છે તેઓ 4 મેના રોજ કેરળના દરેક જિલ્લામાં રાખવામાં આવેલા કાઉન્ટર પર પુરાવા જમા કરી શકે છે. શશિ થરૂરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ રહ્યું છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...