ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. શરૂઆતના કારોબારમાં તેજી જોવા મળી હતી, પરંતુ બપોર બાદ પાસા પલટાયા હતા. ભારે વેચવાલીના કારણે ટ્રેડિંગ બંધ થતાં સુધીમાં નિફ્ટી અને સેન્સેક્સમાં મોટો ઘટાડો નોંધાયો હતો. સોમવારે સેન્સેક્સ 897.28 પોઈન્ટના ઘટાડા સાથે 58,237.85 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 258.60 પોઈન્ટ ઘટીને 17154.30ની સપાટીએ પહોંચી ગયો હતો. આ સમયગાળા દરમિયાન ઇન્ડસઇન્ડના શેરમાં સૌથી વધુ લગભગ છ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
Indian stock indices fall sharply over selloff in banking and financials
Read @ANI Story | https://t.co/fL99YRyImw#Sensex #Nifty #GlobalStocks #Banking #SVB #SignatureBank pic.twitter.com/DtmJCGgNZi
— ANI Digital (@ani_digital) March 13, 2023
અમેરિકાની બેંકો તુટતા રોકાણકારો નિરાશ
Indian stock indices fall sharply over selloff in banking and financials
Read @ANI Story | https://t.co/fL99YRyImw#Sensex #Nifty #GlobalStocks #Banking #SVB #SignatureBank pic.twitter.com/DtmJCGgNZi
સિલિકોન વેલી બેંક (SVB) અને પછી સિગ્નેચર બેંકેના પતનના કારણે રોકાણકારોમાં હડકંપ મચી ગયો છે. રોકાણકારો અમેરિકન બેંકોની નાણાકીય સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે. તેની અસર ભારતીય બેંકિંગ શેરો પર જોવા મળી છે. સોમવારે પ્રાઈવેટ અને સરકારી બંને બેંકોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. SVBના ડૂબવાની અસર યુરોપિયન શેરબજાર પર પણ જોવા મળી છે.
સરકારી અને પ્રાઈવેટ બેંકોના શેર તૂટ્યા
બજાર બંધ થતાં સમયે, તમામ સેક્ટરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. સૌથી મોટો ઘટાડો નિફ્ટી બેન્કમાં 2.39 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેન્ક 2.56 ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક 2.91 ટકા અને નિફ્ટી મીડિયામાં 2.54 ટકા જોવા મળ્યો હતો. આ સિવાય નિફ્ટી ઓટોમાં 2.27 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 1.92 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.24 ટકા અને નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસમાં 1.74 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
રોકાણકારોના લગભગ 7.3 લાખ ડૂબ્યા
છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં શેરબજારના રોકાણકારોને લગભગ 7.3 લાખ કરોડનું નુકસાન થયું છે. આ દરમિયાન સેન્સેક્સ 2110 પોઈન્ટ સુધી તુટ્યો છે. માત્ર સોમવારે જ રોકાણકારોએ લગભગ 4 લાખ રૂપિયા ગુમાવ્યા છે. સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 258.95 લાખ કરોડ થયું હતું. ગયા શુક્રવારે તે રૂ. 262.94 કરોડ હતું.