વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે FPIએ શેરોનું રેકોર્ડ વેચાણ કર્યું, જુઓ આંકડા


  • Published By :
  • Published Date : 2023-01-01 16:20:34

દેશમાં મેક્રોઈકોનોમિક ચિંતાઓ, વધતા વ્યાજ દરો, અને જિયોપોલિટિકલ ચિંતાઓ વચ્ચે વિદેશી પોર્ટફોલિઓ રોકાણકારો (FPIs)એ વર્ષ 2022માં જબરદસ્ત વેચાણ કર્યું છે. વર્ષ 2022માં ભારતીય શેરોમાં વિદેશી રોકાણકારોનો કુલ આઉટફ્લો રૂપિયા 1.21 લાખ કરોડથી વધુ રહ્યું છે.


વર્ષ 2008નો રેકોર્ડ તુટ્યો 


નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ 2022ના વર્ષમાં વિદેશી રોકાણકારોના શેરોના વેચાણે વર્ષ 2008નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વર્ષ 2008માં કરાયેલા 53,000 કરોડ રૂપિયાના વેચાણના રોકાર્ડને પણ તોડી નાખ્યો છે. વર્ષ 2008માં  53,000 અને 1998માં રૂ. 740 કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. 


NSDLના આંકડાં પ્રમાણે ડિસેમ્બરમાં વિદેશી રોકાણકારોએ ઈક્વિટીમાં 11,119 કરોડની ખરીદી કરી હતી, તે નવેમ્બર બાદ 2022માં ત્રીજી સૌથી મોટી માસિક ખરીદી હતી. જ્યારે ઈનફ્લો રુ. 36,239 કરોડ અને ઓગસ્ટમાં રુ.51,204ની ખરીદી કરી હતી.


ઓક્ટોબરમાં સૌથી ઓછું વેચાણ


ઓગસ્ટમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટીમાં 2022ની સૌથી મોટી ખરીદી કરી હતી. જ્યારે ઓક્ટોબર મહિનો સૌથી ઓછા વેચાણવાળો રહ્યો હતો. ઑક્ટોબર 2022 દરમિયાન ઇક્વિટીમાં આઉટફ્લો લગભગ રૂ. 8 કરોડ હતો. 2022ના પ્રથમ છ મહિનામાં વિદેશી રોકાણકારોએ  રૂ. 2,17,358 કરોડનો રેકોર્ડ આઉટફ્લો કર્યો હતો.


રૂ . 50,203 કરોડના જંગી વેચાણ સાથે જૂન મહિનોસૌથી વધુ પ્રભાવિત રહ્યો હતો. જો કે, 2022 ના બીજા છ મહિના સુધી ખરીદી સાથે, FPIનું વેચાણ નોંધપાત્ર રીતે નીચે આવ્યું છે. હજુ પણ  2022ના વર્ષ સંપૂર્ણ માટે ઈક્વિટીમાં વેચાણ  રેકોર્ડ રૂ . 1,21,439 કરોડ પર છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?