શરદ પવાર NCP પ્રમુખ પદ પર રહેશે યથાવત, કોર કમિટીના પ્રસ્તાવ બાદ રાજીનામું પાછું ખેંચ્યું


  • Published By :
  • Published Date : 2023-05-05 19:36:10

રાજકારણના અઠંગ ખેલાડી મનાતા NCP નેતા શરદ પવારે આખરે તેમનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. તેમણે આજે શુક્રવાર 5 મેના રોજ સાંજે YB ચવ્હાણ સેન્ટરમાં આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી છે. આ અગાઉ  NCPના નવા પ્રમુખની પસંદગી માટે રચાયેલી પાર્ટીની કોર કમિટીએ શરદ પવારના પક્ષ પ્રમુખ પદ છોડવાના નિર્ણયને નકારી કાઢતો ઠરાવ પસાર કર્યો હતો.


પત્રકાર પરિષદમાં શરદ પવારે શું કહ્યું?


શરદ પવારે રાજીનામું પાછું ખેંચવા મુદ્દે યોજેલી પત્રકાર પરિષદમાં કહ્યું કે 'સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને આ તમામ માંગણીઓને ધ્યાનમાં રાખીને મેં NCP અધ્યક્ષ પદ છોડવાનો મારો નિર્ણય પાછો ખેંચ્યો છે. ભલે હું આ નિર્ણય લઈ રહ્યો છું, મને લાગે છે કે પાર્ટીમાં નવું નેતૃત્વ રચવું જોઈએ અને હું તેના માટે કામ કરીશ. તેમણે વધુમાં કહ્યું કે રાજીનામા બાદ ઘણા NCP કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દુઃખી થયા હતા. મારા શુભચિંતકો અને કાર્યકરો અને પ્રિયજનોએ મને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી. આ સાથે કાર્યકરોએ મને ફરીથી પ્રમુખ પદ પરત લેવા જણાવ્યું હતું. મારા તરફથી લોકોની ભાવનાઓનો અનાદર થઈ શકે નહીં. તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘણા લોકોએ મને વિનંતી કરી હતી, જેમાં ઘણા રાષ્ટ્રીય પક્ષોના નેતાઓનો પણ સમાવેશ થાય છે.'


કમિટીએ  સર્વસંમતિથી રાજીનામું નામંજૂર કર્યું હતું 


આ જે સવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી  (NCP)ની 18 સભ્યોની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં NCP પ્રમુખ પદેથી શરદ પવારનું રાજીનામું નામંજુર કરવામાં આવ્યું હતું. મુંબઈમાં યોજાયેલી NCPની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. NCPની કોર કમિટીએ શરદ પવારને પાર્ટીનું નેતૃત્વ યથાવત રાખવાની વિનંતી કરતો પ્રસ્તાવ રજુ કર્યો હતો.  NCPના નેતા અને ઉપાધ્યક્ષ પ્રફુલ્લ પટેલે પ્રસ્તાવ મૂક્યો હતો. NCPની કોર કમિટીની બેઠકમાં સુપ્રિયા સુલે, અજીત પવાર, પ્રફુલ પટેલ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. NCPના ઉપાધ્યક્ષ પ્રફુલ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને પાર્ટીના નિર્ણય અંગે મીડિયાને જાણકારી આપી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?