રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ પદેથી શરદ પવારનું રાજીનામું નામંજુર કરવામાં આવ્યું છે. મુંબઈમાં ચાલી રહેલી NCPની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. NCPની કોર કમિટીએ શરદ પવારને પાર્ટીનું નેતૃત્વ યથાવત રાખવાની વિનંતી કરતો પ્રસ્તાવ રજુ કર્યો છે. NCP નેતા પ્રફુલ્લ પટેલે પ્રસ્તાવ મૂક્યો છે. NCPની કોર કમિટીની બેઠકમાં સુપ્રિયા સુલે, અજીત પવાર, પ્રફુલ પટેલ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા છે.
NCP's Core Committee passes a proposal requesting party chief Sharad Pawar to continue to lead the party. https://t.co/ZtMdfofcAw pic.twitter.com/kH3e0YO4ah
— ANI (@ANI) May 5, 2023
NCP ઉપાધ્યક્ષે આપી જાણકારી
NCP's Core Committee passes a proposal requesting party chief Sharad Pawar to continue to lead the party. https://t.co/ZtMdfofcAw pic.twitter.com/kH3e0YO4ah
— ANI (@ANI) May 5, 2023NCPના ઉપાધ્યક્ષ પ્રફુલ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને પાર્ટીના નિર્ણય અંગે જાણકારી આપી હતી.તેમણે કહ્યું કે શરદ પવારે 2 મેના રોજ અચાનક જ તેમના રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. તેમના આ નિર્ણય અમને પણ આશ્ચર્ય થયું હતું. જો કે આ જે અમે આ મુદ્દે બેઠક યોજીને પવાર સાહેબને વિનંતી કરી હતી કે તે તેમનો કાર્યકાળ પૂરો કરે.
સર્વસંમતિથી રાજીનામું નામંજૂર
પ્રફુલ્લ પટેલે કહ્યું કે પવાર સાહેબે અમને જાણ કર્યા વિના જ નિર્ણય લઈ લીધો હતો. પક્ષના કાર્યકરો અને નેતાઓની તમામ માંગણીઓને ધ્યાનમાં લઈને આજે અમે બેઠક યોજી હતી અને સમિતિએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો. સમિતિ સર્વસંમતિથી આ રાજીનામું નામંજૂર કર્યું છે અને અમે તેમને પક્ષ પ્રમુખ તરીકે ચાલુ રહેવા અને તેમની ફરજો અને જવાબદારીઓ નિભાવવાની વિનંતી કરીએ છીએ.