શરદ પવારે NCP પ્રમુખ પદ છોડવાની જાહેરાત કરી ત્યારથી તેમને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો શરદ પવારને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન, એનસીપી પ્રમુખના પદ પર નિર્ણય લેવા માટે રચાયેલી પાર્ટીની સમિતિ પર, NCPના ઉપ પ્રમુખ પ્રફુલ્લ પટેલે કહ્યું કે જો તે સમિતિની બેઠક બોલાવવાની જરૂર પડશે, તો અમે તમને આવતીકાલે જણાવીશું. તેમણે એમ પણ કહ્યું કે હું NCP અધ્યક્ષ પદનો દાવેદાર નથી. NCP અધ્યક્ષ બનવામાં મને કોઈ રસ નથી.
પાર્ટીમાં કોઈ જુથવાદ નથી- પ્રફુલ પટેલ
પ્રફુલ પટેલને જ્યારે પુછવામાં આવ્યું કે શું પાર્ટીના આંતરિક રાજકારણના કારણે શરદ પવારે રાજીનામું આપવાની જાહેરાત કરી છે? આ અંગે તેમણે જણાવ્યું કે પાર્ટી એકજુથ છે. પવાર સાહેબના સમર્થનમાં તમામ એક સાથે ઉભા છે. પાર્ટી એકજુથ જ રહેશે, હજુ સુધી કોઈ જુથ સામે આવ્યું નથી.
#WATCH | "...Sharad Pawar, yesterday, said again & again that there should be a generational change. Maybe he wanted a new generation to step forward. None of us knew about it beforehand...He has asked for some time & we should grant him that. Some of our workers wanted him to… pic.twitter.com/ftYh58IeTd
— ANI (@ANI) May 3, 2023
નવા અધ્યક્ષનો કોઈ સવાલ જ નથી
#WATCH | "...Sharad Pawar, yesterday, said again & again that there should be a generational change. Maybe he wanted a new generation to step forward. None of us knew about it beforehand...He has asked for some time & we should grant him that. Some of our workers wanted him to… pic.twitter.com/ftYh58IeTd
— ANI (@ANI) May 3, 2023NCP ઉપાધ્યક્ષે કહ્યું કે જ્યાં સુધી શરદ પવારના રાજીનામા અંગે કોઈ આખરી નિર્ણય નથી આવી જતો ત્યા સુધી કોઈ બીજા અધ્યક્ષને લઈને કોઈ સવાલ જ નથી ઉઠતો. અંગત રીતે હું આ જવાબદારી માટે તૈયાર નથી. હું પહેલાથી જ પાર્ટીનો ઉપાધ્યક્ષ છું, આ ખુબ જ ગૌરવશાળી પદ છે. વળી મારા પર પહેલાથી જ ઘણી જવાબદારી છે. આ માટે મને પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ બનવામાં કોઈ રસ નથી.