ભત્રીજા અજીતના બળવા પર શરદ પવારનો હુંકાર, 'આવા બળવા મેં પહેલા પણ જોયા છે, પાર્ટીને ફરી ઉભી કરીને બતાવીશ'


  • Published By :
  • Published Date : 2023-07-02 18:44:35

મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અજિત પવારે શિંદે-ફડણવીસ સરકારને ટેકો આપવાનો સંકલ્પ લેતાં આજે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે NCPના 9 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. શરદ પવારનો પક્ષ છોડીને સરકારમાં સામેલ થવાના અજિત પવારના નિર્ણયને પવાર માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. શરદ પવારે આ સમગ્ર ઘટના પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પાર્ટીમાં બળવા અંગે પવારે કહ્યું કે અન્ય લોકો માટે તે નવું હશે પરંતુ મારા માટે તે કોઈ નવી બાબત નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે "શું થયું તેની મને ચિંતા નથી. હું ફરીથી પાર્ટીને ઉભી કરીને તમને બતાવીશ".


શરદ પવારે શું કહ્યું?


શરદ પવારે કહ્યું કે બે દિવસ પહેલા દેશના વડાપ્રધાને કહ્યું હતું કે NCP પાર્ટી ભ્રષ્ટાચારમાં ડૂબેલી પાર્ટી છે. આ પ્રસંગે તેમણે સિંચાઈ કૌભાંડ અને શિખર બેંકનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે આજે કેબિનેટમાં તેમણે NCPના નેતાઓને શપથ લેવડાવ્યા હતા. મતલબ કે તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાચા નહોતા. તેમણે પક્ષ અને જેમની સામે આક્ષેપો કર્યા હતા તેમને નિર્દોષ જાહેર કર્યા છે. હું મોદીનો આભાર માનું છું.


હું જ પાર્ટી છું-શરદ પવાર


શરદ પવારે વધુમાં કહ્યું કે હવે બીજો પ્રશ્ન... અમારા કેટલાક સાથીઓએ પાર્ટીના સ્ટેન્ડથી અલગ સ્ટેન્ડ લીધું છે. ગઈ કાલે મેં 6 જુલાઈએ પાર્ટીના કેટલાક અગ્રણી લોકોની બેઠક બોલાવવાની વાત કરી હતી. આ બેઠકમાં સંગઠનાત્મક ફેરફાર અંગે વિચારી રહ્યા હતા પરંતુ તે પહેલા પાર્ટીના કેટલાક સાથીઓએ અલગ વલણ અપનાવ્યું હતું. અમે સ્ટેન્ડ લીધું છે કે અમે જ પક્ષ છીએ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?