એનસીપીમાં શરદ પવારે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. શરદ પવારની પુત્રીને લોકસભાની ચૂંટણી પહેલા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સુપ્રિયા સુલેની નિયુક્તિ કાર્યકારી અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. તે સિવાય પ્રફૂલ પટેલને પણ આ જ જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગેની જાહેરાત ખુદ શરદ પવારે કરી છે. મહત્વનું છે શરદ પવારે પોતાના ભત્રીજા અજીત પવારને કોઈ જવાબદારી નથી સોંપી. સુપ્રીયા સુલેને મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી છે.
#WATCH | NCP chief Sharad Pawar appoints Praful Patel and Supriya Sule as working presidents of the party pic.twitter.com/v8IrbT9H1l
— ANI (@ANI) June 10, 2023
સુપ્રિયા સુલેને મળી મોટી જવાબદારી!
લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ તૈયારી કરી રહી છે. સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મહારાષ્ટ્રની એનસીપી પાર્ટીએ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. શરદ પવારની દીકરીને તેમજ પ્રફુલ પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સુપ્રિયા સુલેને મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી છે. મોટી જવાબદારી મળ્યા બાદ સુપ્રિયાએ આટલી મોટી જવાબદારી સોંપવા બદલ પક્ષના સાથીદારોનો, પક્ષના કાર્યકરોનો અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો.
વિપક્ષની તમામ પાર્ટીઓએ સાથે આવવું પડશે - શરદ પવાર
છેલ્લા ઘણા સમયથી વિપક્ષને એક કરવા અનેક પાર્ટીઓ કાર્ય કરી રહી છે. ત્યારે વિપક્ષની એકતા માટે નિવેદન આપતા શરદ પવારે કહ્યું કે વિપક્ષની તમામ પાર્ટીઓએ સાથે આવવું પડશે, મને વિશ્વાસ છે કે આ દેશના લોકો અમને મદદ કરશે. 23મીએ આપણે બધા બિહારમાં મળીશું, ચર્ચા કરીશું અને કાર્યક્રમ લાવીશું અને દેશભરમાં યાત્રા કરીને એને લોકો સમક્ષ રજૂ કરશે.