શરદ પવારનું ચોંકાવનારૂ નિવેદન, ભત્રીજા અજીતને ગણાવ્યા પોતાના નેતા-'NCPમાં કોઈ વિભાજન નથી'


  • Published By :
  • Published Date : 2023-08-25 11:34:28

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારની રાજનિતી સમજવી મુશ્કેલ છે. તેમણે વધુ એક રાજનૈતિક ગુગલી ફેંકી છે. જેના કારણે મહા વિકાસ અઘાડીમાં અસમંજસની સ્થિતી પેદા થઈ ગઈ છે. કાલ સુધી ભત્રીજા અજીત પવારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢનારા શરદ પવારે અચાનક જ વ્હાલ વરસાવતા લોકોને આશ્ચર્ય થયું છે. તેઓ બારામતીમાં હતા ત્યારે મીડિયા સાથે ચર્ચા કરતા તેમણે ભત્રીજા અજીત પવારને તેમના નેતા ગણાવ્યા હતા અને એનસીપીમાં કોઈ ફૂટ હોવાનો ઈન્કાર કર્યો હતો. ખરેખર તો તેઓ તેમની પુત્રી સુપ્રીયા સુલેના તે નિવેદન અંગે પત્રકારોના સવાલનો જવાબ આપી રહ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે "અજીત દાદા અમારા નેતા છે."

 

શરદ પવારે શું કહ્યું?


નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારનું કહ્યું છે કે અજીત પવાર તેમના નેતા છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમણે પાર્ટી તુટી હોવાનો પણ ઈન્કાર કર્યો છે. શરદ પવારે કહ્યું 'કોઈ પાર્ટી ત્યારે જ તુટી શકે છે, જ્યારે પાર્ટીનું એક મોટું ગ્રુપ રાષ્ટ્રીય સ્તર પર અલગ થઈ જાય છે. NCPમાં કેટલાક નેતાઓએ અલગ વલણ અપનાવ્યું છે તેને ફૂટ કહીં શકાય નહીં. તે લોકશાહીમાં આવું કરી શકે છે.' શરદ પવારે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે 'તેમણે ( અજીત પવારે) અલગ નિર્ણય કર્યો. તે કારણે એવું ન કહી શકાય કે  NCPમાં વિભાજન થયું છે.'  ઉલ્લેખનિય છે કે અગાઉ શરદ પવારની પુત્રી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ પણ 24 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર NCPના સિનિયર નેતા અને ધારાસભ્ય  છે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.